The Accident: પ્રેમના પગલાં ભાગ – 13

The Accident: પ્રેમના પગલાં ભાગ – 13

કોલેજનો સમય આઠ વાગ્યાનો હોવાથી હું ૧૫ મીનીટ પહેલા કોલેજના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયો હતો. કોલેજમાં પ્રવેશતાની સાથે જ મને મારા કોલેજ ના દિવસો યાદ આવી ગયા. મસ્તી કરવાની દોસ્તોથી ઘેરાઇને રહેવાનું ઈમાનદારીથી એક પણ ક્લાસ બંક નહીં કરવાનો અને ભણવાનું પણ નહીં. જી હા અમે એક ઇનોવેટીવ પધ્ધતી વિકસાવી હતી. મેથ્સના પ્રોફેસરને મીલનીયમ પ્રોબ્લેમ્સમાં મુંજવી દેવાના અને ઇકોનોમિક્સના પ્રોફેસરને 1929ની મહામંદીમાં ગુમરાહ કરી દેવાના.

આપણે બસ એક મુદ્દો મૂકી દેવાનો બાકી પ્રોફેસર પોતાનું જ્ઞાન પ્રગટ કર્યા કરે. આપણે કશું સાંભળવાનું નહીં. આપણો ટોપિક પૂરો થાય તે પહેલા લેક્ચર પૂરો થઈ જતો. બેલ વાગતાની સાથે જ આપણે ચાલતા થવાનું. પ્રીલીમ પરીક્ષામાં પ્રશ્નપત્ર લઈને આખા ક્લાસે કોલેજના ગાર્ડનમાં ચાલ્યા જવાનું અને જવાબ વહી પર માત્ર પોતાનો રોલ નંબર અને ફરજીયાત વિગતો સિવાય કશું જ લખવાનું નહીં. અને આ બધું શા માટે? એક નિર્દોષ પ્રોફેસરને નોકરીમાંથી હાંકી કાઢવા સામે મેનેજમેન્ટને જવાબ આપવા ખાતર. ત્રણ વર્ષ પૂર્ણ થશે પછી શું કરશું? પપ્પા પૈસા આપવાનું બંધ કરશે તો શું થશે?” આવી કોઈ ચીંતા નહોતી અને હવે ખુદ કમાઈએ છીએ છતા રોજ નવા ઉધામા અને રોજ નવી માથાકૂટ. પપ્પા જે નોટ આપતા હતા તે નાની લાગતી હતી અને હવે એ જ નોટ મોટી લાગે છે. કાશ પીટર પેનની માફક આપણે ક્યારે મોટા થવું જ ન જોઈએ.

થોડીવારમાં વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. મેં પહેલેથી જ એસ.વાય.બી.કોમનો રૂમ ક્યાં છે તે જાણી લીધું હતું. તેથી હું તે રૂમની પાસે અને બરાબર પ્રવેશદ્વારની સામે ગોઠવાઈ ગયો હતો. હવે મારે સૌથી અઘરું અને મારી પ્રકૃતી વિરુદ્ધનું કામ કરવાનું હતું. છોકરીઓ પર ધ્યાન રાખવાનું હતું. મેં ક્યારેય આવું કામ કરેલું નહીં એટલે મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. માથા પર પરસેવો બાઝી ગયો હતો અને કંઠ સૂકવવા લાગ્યો હતો. આમ પણ મેં સીમ્પલને ક્યારેય જોઈ ન હતી. ફક્ત તેનો ફોટો મેટ્રીમોનીઅલ પ્રોફાઈલ પર અને સોશિયલ મીડિયા પર જોયો હતો. એટલે જો હું સાવચેત ન રહું તો એ કદાચ તેના રૂમમાં ચાલી પણ જશે અને મને ખબર પણ નહીં રહે.

પરંતુ મારા નસીબ સારા હતાં. ગુજરાતી છોકરીઓના ટોળા વચ્ચે પંજાબી છોકરીને શોધવી એટલી પણ કઠિન નહોતી. તે જેવી મારી પાસેથી પસાર થઇ હું તેના તરફ મુસ્કુરાતા બોલ્યો

“સીમ્પલ કૌર?”

“યેસ, આઇ એમ .” તેણે સાવ નોર્મલ ટોનમાં કહ્યું. અને મને હાશકારો થયો. મારા મનમાં ઘણા સવાલો ચાલતા હતા. કદાચ તે ભડકી જશે તો? કદાચ તે મને ઇગ્નોર કરીને ચાલી જશે તો? કદાચ તે મને ‘સોરી આઇ ડોન્ટ નો યુ’ કહીને ચાલી જશે તો? વગેરે વગેરે. પરંતુ મને લાગે છે કે મારૂ નસીબ પણ મારો સાથ આપી રહ્યું હતું.

આ છોકરી ખરેખર સુંદર હતી. પરફેક્ટ નાક, કર્લી વાળ, નાજુક હોઠ તે પરફેક્ટ વાઇફની કોમ્બો ઓફર હતી. પરંતુ મારે તો આ માત્ર માધવીની ખુશી ખાતર કરવાનું હતું. મારું પર્સનલ સ્ટેટસ કંઈ જ ન હતું.

“હાં જી, બોલીએ “તેને પૂછ્યું

“મે આપસે દો મીનીટ બાત કર સકતા હું? દેખીયે બહુત જરૂરી હૈ. અગર જરૂરી ન હોતાં તો મેં આપકો યું પરેશાન નહીં કરતા!” મેં કહ્યું.

ઓકે કહી તેણે પોતાની સહેલીઓને ક્લાસ રૂમમાં જવાનું કહ્યું અને તે મારી પાસે ઉભી રહી

“પ્લીઝ ડોન્ટ ટેક મી રોંગ. આઇ એમ વેરી ડીસંટ ગાય . મેને આપકી પ્રોફાઇલ સુગમ-શાદી કી વેબ સાઇટ પે દેખી થી.”

“ઓકે, લેકિન મેં સોચ રહી હું વો એકાઉન્ટ મેં અબ બંધ કર દૂ” તેણે વાત જલદી પતાવવા પ્રયાસ કર્યો

” આઇ ડોન્ટ હવ ટુ ટેલ યુ.”

” ક્યા” કદાચ હું તેને અજીબ લાગતો હોઈશ. એક તો મેં તેને અધવચ્ચે આંતરી છે અને ઉપરથી વાત પણ નથી કરી શકતો.

” દેખીયે સીમ્પલજી મેરી એક ફ્રેન્ડ હૈ. જીસે મેં બહુત ચાહતા હું. ઉસે કિસી બાત કે લિયે મના નહીં કર સકતા. આપ મેરે પીછે ઈંડિરેક્ટલી દેખો, વૉ વહાં ખડી હૈ. ઉસને હી મેરી પ્રોફાઇલ બનાઈ હૈ. ઉસીને હી તુમ કો મેરે નામ સે રેકવેસ્ટ ભેજી થી.

” તો ?” તે અધવચ્ચે બોલી

”ઉસને દર અસલ કાફી સારી પ્રોફાઈલ્સ મે સે આપકી પ્રોફાઈલ્સ સિલેક્ટ કી હૈ.”હું અધૂરું જ વાક્ય બોલ્યો.જો હું બલાઇન્ડ ફોલ્ડ હો કે સિલેક્ટ કી હૈ. એવું બોલ્યો હોત તો તે મને ગાંડો ગણી હાંકી કાઢેત. મેં વાત આગળ વધારી

“ઔર અબ ઉસને મુજે એ ડેર દી હૈ કી મેં તુમ કો ડેટ કરું. ” મેં કહ્યું.

“ક્યાં?” તે હવે ભડકી ઉઠી.

“પ્લીઝ ડોન્ટ ગેટ પેનીક ” મેં તેને શાંત પાડતા કહ્યું. મેં તેને સમજાવ્યું કે હું આ બધું તેને હેરાન કરવા નથી કરી રહ્યો. પરંતુ માધવી સાથેની મારી અતૂટ મિત્રતાને બચાવવા પ્રયાસ કરી રહ્યો છું. માધવી મને ધમકી આપી છે કે જો હું તારી સાથે ડેટ કરવામાં અસફળ જઈશ તો તે સફળતાપૂર્વક મારી ફ્રેંડશીપનું બ્રેક ઉપ કરશે. મેં થોડું જૂઠું કહ્યું પણ લગ્નની બાબતમાં લોટમાં મીઠા જેટલું ખોટું તો ચાલે જ ને.

તે વિચારમગ્ન થઇ ગઈ. તેને થતું હશે કે સવાર-સવારમાં મારો દિવસ બગાડવા આવી ગયો.

“દેખો મે કોઈ બદમાશ યા આવારા કિસમકા લડકા નહીં હું ” મેં મારું વીઝીટીંગ કાર્ડ આપતા તેને કહ્યું. વીઝીટીંગ કાર્ડ જોતા તેને થયું હશે કે આદમી જેન્યુઈન છે. મારે ડરવાની કોઈ જરૂર નથી.

“પ્લીઝ મેરી ફ્રેંડશીપ કો બચા લો. અગર આપકો મેરી કંપની પસંદ ન આએ તો યું સમજ લેના કી આપ અકેલે હી લંચ કરને કે લિયે બહાર આયે હૈ ઓર હા મેં આપકો જબાન દેતા હું અપ મેરે સાથ અચ્છા મેહસૂસ કરેંગે “

તેણે ઘણો બધો વિચાર કર્યો અને ભારે શ્વાસ સાથે તેણે કહ્યું “નો લાંચ ઓર ડીનર “

“પ્લીઝ “મેં કહ્યું.

“ડોન્ટ પુશ મી. આઇ એમ વેરી સ્ટ્રીકટ” તેણે કહ્યું

આ સાંભળતા જ મારું મો બગડી ગયેલા ટમેટા જેવું થઈ ગયું. ગાલીબ સાહેબે ક્યાં ખોટું કહ્યું છે?

“ઇક આગ ક દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ!”

જાણે દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારમાં કોઈ ખેડૂત વરસાદની આસ રાખીને વાદળ સામે જુએ એમ હું સીમ્પલ સામે જોઈ રહ્યો હતો. હું મનમાં ને સો વખત બોલી ચુક્યો હતો

“ઈટ ઈઝ નોટ જસ્ટ સીમ્પલ!”

તેના માટે આ કોઈ કવીઝ શૉ હોય અને તે તેની કવીઝ માસ્ટર હોય તેમ સસ્પેન્સ વધારતી મૌન ઉભી હતી. અને મારી Jઓકેer જેવી સુરત જોઈને આનંદ માણી રહી હતી.

મેં કશું બોલ્યા વગર નિરાશા સાથે ગાડી શરૂ કરી. જીવનમાં પ્રથમ હાર અને તે પણ ભૂંડીપટ

હું હજી માંડ લીવર આપું ત્યાં જ તે બોલી.

“મેં બી પિઝ્ઝા , ઔર મૂંહ મત બનાઓ યાર, અચ્છે નહિ લગતે” માધવી તો રોજ કરતી હતી અને હવે આ પણ મારી ખીંચાઈ કરવા લાગી. આમ પણ જ્યોતિષીએ મને કહેલું કે તમારે ‘સ્ત્રી જાત પર લેણું નથી’

“ડોમિનોઝ?” મેં રાહતનો શ્વાસ લેતા કહ્યું.

“સનડે, 5.30?”

“એની ટાઇમ”

“ડન . સી યુ ધેન “

અમે અંતે અમારી મોક ડેટ ફિક્ષ કરીને હળવા હૃદયે એકબીજાને અલવીદા કહ્યું.

***

“શુ થયું હીરો?”માધવી એ પૂછ્યું.

“કાઈ નહીં હું રિજેક્ટ થયો.” મેં મોં વકાસીને કહ્યું

” ઓહ, પૂઅર ફેલો.”

“પણ રિજેક્ટ થવા મારે આ રવીવારે ડોમિનોઝ માં date પર જવું પડશે” મેં વીંક કર્યુ.

“હાવ ડીડ યુ ડુ ધેટ?” માધવી એ એકસાઈટમેંટ પૂછ્યું

“તું માઝા પી ગોટલા ની ફિકર ન કર” મેં બાયક સ્ટાર્ટ કરતા કહ્યું.

***


લેખક: મહેબુબ સોનાલીયા

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!