The Accident: પ્રેમના પગલાં ભાગ – 15

The Accident: પ્રેમના પગલાં ભાગ – 15

ડોમીનોઝનું ફર્નીચર ફેન્સી હતું પરંતુ આરામદાયક નો હતું. રવીવાર હોવાથી લગભગ બધા જ ટેબલ ઓકપાયડ હતા. મને એકલો તથા ખાલી ટેબલ સાથે જોઈને ઘણા લોકો વારે ઘડીએ પૂછતા હતા કે તેઓ મારી જગ્યાએ બેસી જાય પરંતુ મારો એક જ જવાબ હતો.’હું કોઈ ની રાહ જોઈ રહ્યો છું. તે આવતી જ હશે’

આ સાંભળી તે લોકો ઉદાસ ચહેરે પાછા ચાલ્યા જતા. કદાચ મનમાં કહેતા હશે કે ‘આ માણસ ખાલીખમ બેઠો છે. તેની સાથીદાર આવે ત્યાં સુધીમાં તો અમે જમીને પણ ચાલ્યા ગયા હોત’ આઇ ફીલ સોરી અબાઉટ ધેટ. પણ જો હું લોકસેવામાં એકવાર પણ આ ટેબલ ખાલી કરી આપું ને તો પછી મને ટેબલ ક્યારે મળશે તે તો ઈશ્વર જ જાણે.

ઘણા ઇન્તેજાર બાદ જેમ વરસાદના ઠંડા-ઠંડા ટીપા ખુબ મજા આપતા હોય છે તેમ મારે સીમ્પલના આવવાની રાહ જોવાની હતી. મારા મનમાં એવો પણ ભય હતો કે કદાચ તે આવશે જ નહીં. કારણ કે હું તો તેના માટે સાવ અપરીચીત જ હતો. કદાચ તેણે મારુ દિલ રાખવા માટે ખોટે ખોટી હા પાડી દીધી હોઈ. અને જો એવું હશેને તો આ રાહ જોઈ રહેલા લોકો મને જોખી જોખીને ગાળો આપશે. જોકે બધું આપણા વિચારવા પ્રમાણે જ થાય એવું પણ નથી. બીચારી કોઈ કામમાં ફસાઈ ગયી હશે.કદાચ એવું પણ બને કે તેને સાવ ભૂલાઈ જ ગયુ હોય.

કેટલીબધી અટકળનો અંત માત્ર એક બારણું ખૂલતાં જ આવી ગયો. સીમ્પલ ખરેખર સીમ્પલ પારીધાનમા અતી સુંદર લાગી રહી હતી. તેણે સાવ સરળ શણગાર કર્યો હતો. બ્લુ કલરની પંજાબી કુરતી અને લાલ પ્લાઝા ટ્રેડીશનલ કપડા છતાં શરીર પર કોઈ જ ઓર્નામેન્ટ નહીં. પ્રેવેશ કરતાંની સાથે તેણે બધાં ટેબલ પર નજર ફેરવી અને તેનું ધ્યાન મારી તરફ જતાં તેણે વેવીંગ કર્યું. આવતાની સાથે જ તેણે મોડા આવવા બદલ માફી માંગી અને જસ્ટિફિકેશન પણ આપ્યો અને મેં કહ્યું એની કોઈ જરૂર નથી. આફટર ઓલ મારી પહેલી date છે એટલો તો ઇંતજાર વાજબી છે.

અમે ઓર્ડરની રાહ જોઈ રહ્યા હતા અને બીજા ટેબલની રાહ જોઇ રહેલા લોકો અમને બંનેને જોઈ રહ્યા હતા. એક માણસ તો મારા કાનમાં આવીને કહી ગયો કે તે આ છોકરી માટે અમને રાહ જોવડાવી તે 100% વાજબી છે. સિમ્પલે મને ઇશારાથી પૂછ્યું કે તે વ્યક્તિ શું કહે છે પરંતુ માત્ર સ્માઇલ કરી

“હા અબ કુછ બોલો ભી” સિમ્પલે આયસ બ્રેકીંગનું કામ શરૂ કર્યું

“થેંક યુ” મેં કહ્યું

“કિસ ચીઝ કે લિયે?”

“બીકોઝ યુ આર માય સેવર ” મેં હસતા હસતા કહ્યું

” ફોરગેટ ઈટ, ઈટસ ઓકે.”

“આપકા કાફી યંગ હો. ડોન્ટ યુ થીંક સો? યુ આર ટુ યંગ ટુ ગેટ મેરીડ.”

“મુજે પતા લેકિન આઇ હવે ટુ ડુ થીસ .” તેણે કહ્યું.

“ઐસા ક્યુ?” મેં કહ્યું.

” દેખો યાર તુમ બુરા મત માનના લેકિન મેં અબ ઐસે ફેઝ સે ગુઝર રહી જહાં મેરી ઇચ્છાએ કોઈ માયને નહીં રાખતી.”

“ઓર્થોડોક્ષ ફેમીલી?”

તેણે મારા સવાલ નો જવાબ આપવાને બદલે પોતાની વાત શરૂ રાખી

“મેને કલ રાત તમહારી પ્રોફાઈલ દેખીથી. મુજે કેહના હી પડેગા કી તુમ એક અચ્છે ઇન્સાન હો . તુમ કિસી ભી લડકી કે લીએ બેસ્ટ હસબંડ બનોગે. ઔર મુઝે તો યકીન નહીં હોતા યે પ્રોફાઈલ તુમને નહીં બનાઈ હૈ. બલકે તમારી ફ્રેન્ડને બનાઇ હૈ. વો તુમ્હારે બારે મેં સબ કુછ જાનતી હૈ”

“હા વો તો હે. ઇસી લિયે તો વો હમ પર નજર રાખે હુએ હૈ” મેં કહ્યું

“ક્યા, ધીસ ઈઝ ટુ મચ યાર કહાં પર હે વો ?”

” વો સામને LG કા શોરૂમ દીખ રહા હૈ વહાં સે હી વો હમે દેખ રહી હોગી”

“ઓકે ઉસે હમ પર નજર રખને દો, મેં તુમ્હે કુછ કહેના ચાહતી હું મતલબ કુછ દીખાના ચાહતી હું” તેણે કહ્યું

“નહી અભી નહીં બાદ મેં પહેલે પીઝ્ઝા” મેં કહ્યું .

તેણે પીઝ્ઝા પાઈ ઉપાડી બોલવાનું શરૂ કર્યું .

“ક્યા તુમ યે દેખ રહે હો?” તેણે મને તેની આંગળી પર ચમકી રહેલી ડાયમંડની રિંગ બતાવી.

“વાવ કોન હે વો લકી મેન?”

‘મેરે પાપા કે દોસ્ત કા લડકા હૈ.અગલે મહીને હમારી શાદી હૈ.”

“તુમ્હેં નહી લગતા યે બહુત જલદી હો રહા હૈ? તુમ સિર્ફ ઉન્નીસ સાલકી હો.”

“હા પતા હૈ પર છે મહિને પહેલે અગર તુમ મુજે મિલે હોતે ઔર યે ડેટ છે મહિને પહેલે હુઈ હોતી તો મેં બેજીજક તુમસે શાદી કરી લેતી. લેકિન…” એની આંખોમાથી આંસુઓ નીકળવા લાગ્યા . મેં તેને ટીશ્યુ પાસ કર્યું અને થોડા સમય પછી પાણી આપ્યું. થોડીવાર તેને સ્વસ્થ થવા દઈ પછી મેં કહ્યું

” યુ ઓકે ,અચ્છા લગ રહા હે ?”

તેણે નોડીંગ કર્યું.

મેં તેને સમજાવ્યું કે હું અહીં માત્ર મારી મીત્રની જીદના કારણે આવ્યો છું. હું સમજી શકું છું કે તું મારાથી ઘણી નાની છો. જો તું સામે ચાલીને પણ મને પ્રપોઝ કરે ને તો પણ હું એમ કરવાની ના પાડુ અને પછી મે તેને જે કહેવું હોય તે કહેવા કહ્યું અને તેને દિલ ખોલીને વાત કરવાનો મોકો મળી ગયો.

“હમ બેઝિકલી ચંદીગઢ સે હૈ. પાપા સાઇન્ટીસ્ટ હૈ તો પૂરા ભારત ઘૂમતે ઘૂમતે યહા ‘C S M’ મેં આયે હૈ. મેરા એક ભાઈ હૈ જો ઉંમર મેં મુજસે 2 સાલ છોટા હૈ. ઔર મમ્માં હાઉસવાઈફ હૈ. બડી ખુશહાલ થી. હમારી જિંદગી.અપને વતન સે દૂર થે લેકિન હમ જહાં ગયે ઉસ જગાકો હી અપના વતન માન લિયા. ઇસી લીએ કહીં ભી કોઈ પ્રોબ્લેમ નહીં હુઇ.

છે મહિને પહેલે મમ્મા કો સી.કારસીનોમા ડીટેક્ટ હુઆ. તબ સે હમારી જિંદગી પુરી તરહ સે બદલ ગઇ. મેરે કંઈ ખ્વાબ થે. મે તો ઇસ સાલ ન્યૂ ડેલ્હી ચલી જાનેવાલી થી. મુજે અપને સપને પુરે કરને થે ઓર વો ભાવનગર મેં પુરે નહિ હોને વાલે થે. મુજે ભી દુસરી લડકીયો કઈ તરહ આઝાદ હવાકી તરહ ઘૂમના થા. મઝે કરને થે લેકિન મમ્મી કી આખરી ઈચ્છા યહી હૈ કી વો મેરી શાદી દેખ કર ઇસ દુનિયા કો હસતે હુએ અલવિદા કહે” તે ફરીથી રડમસ થઇ ગઈ. મેં તેના ખભા પર હાથ મૂક્યો

“પપ્પા મેરી શાદી કે લિયે નહીં માન રહે થે. મેને બહુત મહેનત કરકે ઉનકો મનાયા. મેને વો પ્રોફાઇલ બનાઇ. કંઈ લડકે આએ ઓર ચલે ગયે લેકિન હમારી બાત કહી નહી બની. મુજે જો ભી કરના થા પાપાને મુજે કરને દીયા.ભાવનગર સે અચ્છે પંજાબી દુલ્હે કી તો ઉમીદ નહીં રખ સકતે. જબ મેં થક ગઈ તબ પાપાને મેરે સર પર હાથ રખ કર કહા “તુમ્હારી કોશિશ અગર પૂરી હો ગઈ હો તો મેં કોશિશ કરું?’ પાપા ને એક કોલ લગાયા ઓર મેરી બાત બન ગઈ. પાપા કે દોસ્ત કા બેટા લકી અહેમદાબાદમેં જોબ કર રહા હૈ. હમ દોનોને એક સ્કૂલ મેં પઢાઈ કી હૈ. જબ મેં સાત સાલ કી થી તબ તક હમ સાથ થે લેકિન ઉસકે બાદ હમ ચંદીગઢ છોડ કર ચાલે ગયે. ઔર ફિર કભી મેને ઉસે નહિ દેખા. લેકિન મમ્મી કે લિએ મેને રીશતે કે લીએ હા કરદી” તેની આંખોમાંથી હર્ષ અને દુઃખ બંને એકસાથે નીતરી રહ્યા હતાં

મે તેને હગ કરીને તેને સાંત્વના આપી અને તે મને વિટળાઈને વધારે રડવા લાગી. આ દ્રશ્ય મેગા સીટીમાં કદાચ નોર્મલ હશે પરંતુ ભાવનગરમાં છોકરો છોકરીને હગ કરે, અને એ પણ જાહેર સ્થળમાં એટલે કયામત આવી જાય. બ્રેકિંગ ન્યુઝ થઈ જાય. બધા લોકો ચાતક નજરે અમારી સામે જોઈ રહ્યા હતા. સીમ્પલને પરિસ્થિતિનો ખ્યાલ આવી જતાં તેણે મને દૂર કર્યો અને ટોળું વિખેરાઈ ગયુ.

“એક બાત તો તય હૈ માનવ, મે જહાં ભી જાઉંગી યા ચાહે તુમ કહીં ભી ચલે જાઓ, ચાહે કોઈ ભી સિચ્યુએશન હો મેં હર સિચ્યુએશનમે તુમ્હારી દોસ્ત બનના ચાહુંગી. ફ્રેંડ?” તેણે મારી સામે મિત્રતાનો હાથ લંબાવ્યો.

“સ્યોર ” મેં હાથ મેળવતા કહ્યું

“એક ઓર બાત બોલું? તુમ્હારે લિયે તુમ્હારી વો ફ્રેંડ હી સહી મેચ હૈ . તુમ ઉસે પ્રપોઝ ક્યું નહીં કરતે?”

મેં કશો જવાબ આપ્યા વગર એક મુસ્કુરાહટ સાથે આ મુલાકાતના અંત કર્યો.

****


લેખક: મહેબુબ સોનાલીયા

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!