મહાત્મા ગાંધી નાં જીવન ઉપયોગી સુવિચાર
- તમારી જાતને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ છે બીજાઓની સેવામાં ખોવાઈ જાઓ.
- જીવો એ રીતે કે જાણે આવતી કાલે તમે મૃત્યુ પામવાના હોવ. શીખો એ રીતે કે જાણે તમે સદા કાળ જીવવાના હોવ.
- ડર એ માત્ર શરીરનો રોગ નથી,એ આત્માની પણ હત્યા કરી નાંખે છે.
- આપણે જે કરીએ છીએ અને જે કરી શકવા સમર્થ છીએ એ વચ્ચે નો ભેદ આખી દુનિયાના મોટા ભાગનાં પ્રશ્નો ઉકેલી નાંખવા પૂરતો છે.
- આપણે જે પરિવર્તન જોવા ઇચ્છીએ છીએ તે પહેલાં આપણે પોતે (એ પરિવર્તન) બનવું જોઇએ.
- આંખના બદલામાં આંખના ન્યાયે તો આખું જગત અંધ બની જાય.
- (નકામા ઘાસને) વાઢવું પણ ખેતી માટે વાવવા જેટલાં જ મહત્વનું છે.
- હું જ્યારે ઘોર નિરાશા અનુભવું છું ત્યારે યાદ કરું છું કે ઇતિહાસમાં સદાયે વિજય સત્ય અને પ્રેમનો જ થયો છે. ક્રૂર,જુલ્મી અને અન્યાયી શાસક અને હત્યારાઓ (સમાજમાં) પાકે જ છે અને થોડા સમય માટે અજેય પણ જણાય છે પણ અંતે તેમનો વિનાશ થાય જ છે. – આ શાશ્વત સત્ય છે.
- શ્રદ્ધા એ ગ્રહણ કરવાની વસ્તુ નથી, એ એક અવસ્થા છે જેમાં આપણે વિકાસ પામવાનો છે.
- હું આખા આ જગતમાં અંતરાત્મામાં દબાઈ ગયેલા અવાજરૂપી એક જ ક્રૂર અને અન્યાયી શાસકના અસ્તિત્વનો સ્વીકાર કરું છું.
- ઇશ્વર ક્યારેક જેના પર તે આશિર્વાદની ઝડી વર્ષાવવા ઇચ્છતો હોય તેની સૌથી વધુ કસોટી કરતો હોય છે.
- જ્યારે હું અજબગજબના સૂર્યાસ્તના કે પછી ચંદ્રના સૌંદર્યના વખાણ કરતો હોઉં છું ત્યારે મારો આત્મા સર્જનહારની આરાધના કરતા કરતા વિકાસ પામે છે.
- સુખ ત્યારે અનુભવી શકાય છે જ્યારે તમે જે વિચારો છો, જે બોલો છો અને જે કરો છો તે સુસંગત હોય.
- જો આપણે જગતને સાચી શાંતિના પાઠ ભણાવવા હોય અને આપણે યુદ્ધો સામે ખરેખરનો જંગ છેડવો હોય તો આપણે બાળકોથી શરૂઆત કરવી જોઇએ.
- હું અન્ય માણસોના સારા ગુણો જોવાનો જ પ્રયાસ કરું છું.હું પોતે પણ અનેક ખામીઓથી ભરેલો છું તો પછી હું બીજાઓમાં ખામીઓ કઈ રીતે શોધી શકું?
- માણસની જરૂરિયાત પૂરતું આ જગતમાં છે પણ તેના લોભ જેટલું નહિં.
- મારા માટે એ હંમેશા એક કોયડો રહ્યો છે કે કઈ રીતે કોઈ માણસ અન્યને નીચો પાડી કે અન્યનું અપમાન કરી કે અન્યને પરેશાન કરીને પોતે આનંદિત થઈ શક્તો હશે.
- મિત્રો સાથે મિત્રાચારી નિભાવવી એ તો સહેલું છે પણ શત્રુઓ સાથે પણ મિત્રો જેવો વ્યવહાર કરવો એ સાચા ધર્મનો સાર છે.બીજું બધું તો માત્ર ધંધો કરવા સમાન છે.
- પ્રાર્થનામાં હ્રદય વિનાના શબ્દો હોવા કરતાં મૌન હ્રદય હોય એ વધારે સારું છે. • ચિંતા શરીરને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે.જેને ઇશ્વરમાં શ્રદ્ધા હોય તેને કોઈ પણ વિષયની ચિંતા થાય તે શરમજનક ગણાય.
- કોઈ એક કર્મ દ્વારા ફક્ત એક જરૂરિયાતમંદ હ્રદયની સેવા હજારો માથાઓના પ્રાર્થનામાં ઝૂકવા કરતા વધારે સારી છે.
- તમારે માણસાઈમાંથી વિશ્વાસ ગુમાવી દેવો જોઇએ નહિં કારણ માણસાઈતો મહાસાગર જેવી છે.મહાસાગરમાં થોડાંઘણાં ટીપાં ખરાબ હોય તો આખો મહાસાગર કંઈ ખરાબ બની જતો નથી.