રિચાર્જ
ક્યારેક જીવનમાં ઘટનાઓ નાટકીય રીતે ઉદભવતી હોય છે. ક્યારેક માણસ હર્ષ નાં આવેશમાં એટલો હસે છે કે તેનાં જડબા દુખવા લાગે છે. અને બીજી ક્ષણે સમય તેમને રડવા માટે મજબૂર કરી મુકે છે. એવી જ ઘટના અમરેલી વાસીઓ અનુભવી રહ્યાં હતાં. હજી તેમણે ગુણવંત દાદાની સો મી જન્મ જયંતી ઉજવી હતી. શું દીવસ હતો. ખરેખર અદભૂત દીવસ. અમરેલી વાસીઓ માટે ખાસ મોકો હતો તેમનાં લાડીલા દાદા પ્રત્યે પોતાનાં દિલનો આદર વ્યકત કરવાંનો. આ બધાનો તેમના પ્રતિ માન સમ્માન એ તેમનાં સ્વભાવ, સત્કાર્યો અને બધાં પ્રત્યેની સેવા ભાવના ને કારણે હતાં. તે અને તેનાં બધાં ભાઇઓ સ્વાતંત્ર સેનાની હતાં. તેઓએ દેશની સેવા કરી છે. લોકોની સેવા માટે ગુણવંત દાદાએ બાબાપૂર ખાતે એક સંસ્થા સ્થાપી છે. તેમની અમરેલી જીલ્લામાં પંદર શાળા છે. ભાવનગર જીલ્લામાં એક નિશાળ છે. તેમણે ગૌશાળા, અનાથ આશ્રમની સ્થાપના કરી હતી. દાદા અમરેલી જીલ્લા પંચાયત ના પ્રથમ પ્રમુખ હતાં. લોકો તેમને પ્રેમ અને આદરથી “ગુણવંત દાદા” કહેતા. ગુણવંત દાદાએ તેમનુ સમગ્ર જીવન લોકોની સેવા માં અને સમાજનાં કલ્યાણ માટે વિતાવ્યું. લોકો નો ઉમંગ જ સ્વયં કહે છે કે ગુણવંત દાદા કેટલા ઉમદા માણસ છે. પરંતું લોકો નો આ ઉમંગ જાજો ટકી શક્યો નહીં. ઉલ્લાસ થી નીતરી રહેલા આ શહેર પર વ્યાકુળતા અને શોક નામની રેતી ફરી વળી. ફકત જન્મજયંતી નાં બે દીવસ બાદ હસુમતી બા આ દુનિયાને છોડી ચાલ્યાં. બધો આનંદ, બધી ખુશીનો ખીલ ખીલાટ ઉદાસ અને આંસુમાં રૂપાંતરિત થઈ ગયો. બધાં સ્તબ્ધ હતાં. કોણ સમયની ગતીને જાણી શકે ભલા?
માતૃપક્ષથી સુષ્માબેન અંતિમક્રિયા માટે અમદાવાદથી આવી ગયા હતાં. તેઓ રીત રિવાજ પ્રમાણે હસુમતિબાને અંતિમ ચૂંદડી ઓઢાડવા માંગતા હતાં. અમાર તેમની સાથે સારો પરિચય હતો. તેથી તેમણે સાડી, ફુલ અને શણગાર લેવા માટે અમને સાથે આવવા કહ્યું. સ્થાનિક વ્યક્તિ તેમની સાથે હોય તે તેમનાં માટે પણ સારૂં હતું. મે સહમતી દર્શાવી. જો કે આ કામમાં તો કોણ ના પાડે?
***
મે ગાડીને બજારથી બહું દૂર મારા મિત્ર ડૉક્ટર અલ્તાફભાઈ દેસાઈ ના ક્લિનિક પાસે મુકી.
કારમાં બેસેલા મારા પત્ની અને શુષમબેન એક સાથે બોલી ઉઠ્યા. “કેમ ગાડી અહિયાં જ રોકી દીધી. “
“આગળ કેમ જશે? દિવાળીનાં દિવસો ચાલે છે. બજારમાં પગ મૂકવાની જગ્યા નહીં હોય, જાણું છું સૌને થોડી અગવડ પડશે પરંતું બીજો કોઈ વિકલ્પ જ નથી. આપણે ચાલીને જ જવું પડશે. “મે તમામ લોકોને કારમાંથી ઉતરી જવાં વિનંતિ કરી.
અમે બધાએ ચાલવાનું શુરૂ ક્યું. ઘણું ચાલ્યાં બાદ જેવી બજાર આવી કે તરત નારી શક્તિએ જુદો મોરચો ખોલ્યો. તેઓ મને ફૂલની દુકાન પાસે છોડી અને આગળ ખરીદી કરવા ચાલ્યાં. હવે એક જેન્ટલમેન આઝાદીનો આનંદ લેવાનો હતો. હું અને ફૂલવાળા ભાઈ બંને જૂન મિત્રો હતાં. ઘણાં દિવસે મળ્યા હતાં એટલે વાતો તો કેમ ખુટે? અને એકબીજાની નવાજૂની કહેવા લાગ્યાં. જાત જાતની ને ભાત ભાતની વાતો.
કોલાહલ થી ભરેલી અમરેલીની માર્કેટ વાત પણ કેમ કરવા દે? લોકોના ટોળા કશી શોધમાં હતાં, જોકે લોકો ખાસા સમયથી બજાર માં ઘૂમી રહયાં હતાં, છતાં તેઓને હજી ઘણી બધી વસ્તુ કરવાની બાકી રહી ગયી હતી. માર્કેટની સાંકડી ગલીઓ વાહનોથી ચક્કાજામ થઈ ગયી હતી, ઢોર રસ્તાની મધ્યમાં રખડી રહ્યાં હતાં, વેપારીઓ ગ્રાહક આકર્ષવા બૂમાબૂમ કરી રહયાં હતાં, ભાવતાલ કરવાં વાળા નો કર્કશ અવાજ પરેશાન કરી રહ્યો હતો, સર્વત્ર ઊડતી માખીઓ હતી, પૈસા માટે થોડા આદમી ઝગડો કરતાં હતાં, ઘણાં બધાં લોકો આ મફતના ચટપટા નાટક માણવા ટોળે વળ્યાં હતાં, ઘણાં લોકોએ રસ્તો સાફ કરી આગળ વધવા હોર્નની સ્વીચ મક્કમ રીતે દબાવી રાખી હતી, કોઈ બાળક રમકડાં માટે રીતસર જમીન પર આળૉટી રહ્યાં હતો, તો કોઈ ચોકલેટ માટે રડી રહયાં હતાં. છતાં તેમનાં વાલી તેમને ન અપાવવા માટે મક્કમ હતાં. આવી ધમાલ વચ્ચે વાત કેમ કરવી.
આ બધી વસ્તું હેરાન કરવા સક્ષમ હતી. ત્યાં હેરાન કરવા અધૂરામા પૂરો મારો ફોન રણક્યો. હું સંપૂર્ણ આશ્ચર્યચકિત થૈ ગયો હતો. આ શકય જ કેવી રીતે બને?મને મારા નંબર વડે જ કોઇએ કોલ કર્યો ? પહેલા તૌ મને વઇકહર આવ્યો કે મારો ફોન હેક તો નથી થયાને? મે ભવા ચડાવ્યા. મેં ફોનની સ્ક્રીન એકીટશે જોઇ રાખી. બે વાર નીરખીને જોયા બાદ સમજાયું કે ખરેખર આ મારો નંબર નહીં પણ મારા નંબર જેવો જ નંબર છે. માત્ર એક જ ડીઝીટનો જ ફરક પડતો હતો. એટલે આ ભ્રમ થયો.
“ક્યાં મેરી આરીફજી સે બાત હો રહી હૈ?” ફોનનાં સામે છેડેથી કોઈ હિન્દી ભાષી સ્ત્રીનો અજાણ્યો અવાજ હતો. તે એક પરિપક્વ અવાજ હતો. એમ જણાતું હતું કે તે ચાલીસની ઉપર હશે. જોકે અવાજ પરથી હું કૈં ચોક્ક્સ ઉંમર કહી ન શકું. હું એ બાબત નો નિષ્ણાત નથી પણ મારુ મન એમ કહેતું હતું કે તે ચાલીશ વટાવી ચુક્યા હશે.
“જી મેડમ મે આરીફ હું” મેં જવાબ આપ્યો.
” આપકો યાદ હૈ આપને 500 રૂપે કા રિચાર્જ કરાવાયા થા?”તેણીએ કહ્યું.
“મેડમ મેને ઇતને પેસેકા કઈં બાર રિચાર્જ કરાયા હૈ” મે ઋજુતાથી કહ્યું.
“અરે સોરી, મે તો કહના હી ભૂલ ગયી વો રિચાર્જ જો મેરે પતી કે ફોન પર હુઆ થા. ” તેણે મને હિન્ટ આપી.
હું વળી એ રિચાર્જ કેમ કરી ભૂલું. લગભગ પાંચ છ મહિના પહેલા તે તેજોમય અને શાંત રવિવાર હતો. વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું. હું ક્રિકેટ રમી રહ્યો હતો. તેં ખૂબ જ સારો દીવસ હતો. હું મારુ શ્રેષ્ઠ પ્રદર્શન આપી રહ્યો હતો. મુસ્તાકે રમતમાં ખલલ કરી. તેનાં કાલ આવવાથી મેચ અટકી ગયી. તેણે મને કહ્યુ આજ ખૂબ સારી ઓફર છે. ટેલિકોમ કંપની ચાર સો રૂપિયામાં પાંચ સો રૂપિયા આપે છે. મે તેને મારો નંબર રિચાર્જ કરવા કહ્યું. મે કોલ બંધ કર્યો અને મેચ શરૂ કરી. તેં એક રોમાંચક મેચ બની. અંતે અમે મેચ જીતી લીધી. આખી ટીમનો વાઈટવોશ કરી નાખ્યો. વિજયથી સારુ બીજુ કશું નથી હોતું. મસ્ત મેચ.
હું બપોરે જમવા ઘરે આવ્યો. હું ભોજનની મોજ માણી રહ્યો હતો. ફરી મુસ્તાકે ફોન કર્યો.
” હા મુસ્તાક” મે કોલ ઉપાડ્યો.
“તમે બેલેન્સ ચેક કર્યું?” તેને પુછ્યું
“ના, ચાલ હવે ચેક કરું. “મે કોલ કાપી અને બેલેન્સ ચેક કર્યું.
મે જોયું કૈ મારુ બેલેન્સ પાંચ સો રૂપિયા નહોતું. તેનો મતલબ કે રિચાર્જ નથી થયું.
મે મુસ્તાકને કોલ કરી જણાવ્યું. તેણે કહ્યું કે કદાચ ખરાબ નેટવર્કનાં કારણે બને. તેણે મને રાહ જોવાની સલાહ આપી.
મે સાંજ સુધી રાહ જોઇ. પણ તેનાથી કશું વળ્યું નહીં. મને હજી બેલેન્સ નહોતું મળ્યું. હું મુસ્તાકની દુકાન પર ગયો. આ વાત તેને પણ અચંબિત કરી રહી હતી. આવું ક્યારેય બન્યું નહોતું.
મે બરાબર ચેક કરી લેવા કહ્યુ. તેણે history ચેક કરી. થોડી મિનીટ બાદ તેં બોલ્યો. તેણે ભૂલથી કોઈ બીજાના મોબાઇલ પર રિચાર્જ કર્યું હતું. તેને બધાંજ અંક મારા મોબાઇલ નંબર જેવા જ હતાં કેવળ એક જ અંક અલગ હતો. તે ભૂલ થઈ. તેને ભય હતો કે તેને ચાર સો નું નુકશાન જશે.
મને ખબર હતી કે નાનાં રીટેલર માટે આ બહું મોટી રકમ હતી. તેથી મે નુકશાન ભોગવતા તેને પૈસા આપ્યાં. મુસ્તાકે ઘણીવાર મારો આભાર માન્યો. મે તેને માત્ર એટલું કહ્યું કે આ સાહજિક ભૂલ હતી. મે તેં નંબર લઇ અને તે પાર્ટીને ફોન કર્યો.
ઘણાં સમય બાદ, કદાચ છેલ્લી રિંગ હશેને કોઈએ પીક ઉપ કર્યો. અને કહ્યું ” હેલો”
” હેલો સર, હું આરીફ, મે આજે પાંચ સો નું રિચાર્જ કરાવ્યું હતું. પરંતું તે ભૂલ થી તમારાં નંબર પર થયુ હતું. ” મે તેમને પ્રેમથી સમજાવ્યા.
“અરે હા, મે સોચ રહા થા મેરે ફોન પે કિસને રિચાર્જ કરવાયા હોગા?”તેણે કહ્યું, તેનો સ્વર ભારે હતો. તે ધીમે ધીમે અને અટકી અટકીને બોલતાં હતાં.
“હમમ” મને ખબર ન પડી શું બોલું?.
“તુમ ચિંતા મત કરો. મે અભી ઘર પર હું. મે જબ બાહર નીકલુંગા તબ તુમ્હે રિચાર્જ કરવાં દૂંગ઼ા. “તેણે મને મક્કમ આશ્વાસન આપ્યું. મે તેમનો આભાર માન્યો. અને કોલ કાપ્યો. તે સારા માણસ લાગતા હતાં. મારે ચિંતા કરવા જેવું નથી. મે ફોન ને ખિસ્સામાં મુક્યો અને સ્મિત ચેહરા પર.
બીજા દિવસે હું ઓફીસ ગયો. આખો દીવસ પ્રવૃતિ મય રહ્યો, ઘણાં લોકોને મળવાનું, ઘણી દોડ ધામ. આ ઉતાવળ માં હું મારૂં બેલેન્સ ચેક કરવાંનું ભૂલી જ ગયો. રાત્રે મે બેલેન્સ ચેક કર્યું. પરંતું તે એમનું એમ હતું.
મે ફરી તે પાર્ટી ને કોલ કર્યો. તેણે રિચાર્જ ન કરાવી શક્યા બદલ દિલગીરી વ્યકત કરી. તેણે મને ચિંતા ન કરવા કહ્યું તેં ઘરે છે જ્યારે બાહર જશે ત્યારે રિચાર્જ કરાવી આપશે.
એક અઠવાડિયા બાદ મુસ્તાક મળ્યો. વાત વાતમાં તેણે પુછ્યું. પેલા પઉસ મળ્યા કે નહીં. હું તો તેં વાત પણ ભૂલી ગયો હતો. મે ચેક કર્યું. મને નવાઈ લાગી તે પાર્ટીએ હજી રિચાર્જ નહોતું કરાવ્યું.
મે તેને કોલ કાર્યો અને રિચાર્જ માટે પુછ્યું. પરંતું તેણે તેનો રટી રાખેલો જવાબ આપ્યો. “તુમ ચિંતા મત કરો. મે અભી ઘર પર હું. મે જબ બાહર નીકલુંગા તબ તુમ્હે રિચાર્જ કરવાં દૂંગા”
મને લાગ્યું તે જૂઠ્ઠો છે. આ સ્વાર્થી જગત છે ભાઈ. કોણ પાછું વાળે. મને નથી લાગતું તેં રિચાર્જ કરાવે. ” હું મારી જાત સાથે સંવાદ કરી રહ્યો હતો છતા મુસ્તાક પોતાનું માથું સમર્થન માં હલાવી રહ્યો હતો. હું તે ઘટના સંપૂર્ણ વિસરી ગયો. અને આજ સુધી કોઇએ રિચાર્જ કરાવ્યું નહીં.
” હેલો મિસ્ટર આરીફ ક્યાં આપ મુજે સન રહે હૈ?” તે સ્ત્રી એ વાત જારી રાખી.
” જી મેડમ, બોલીએ આપકે લઇએ ક્યાં કર સકતા હું. ” મે સ્મૃતિ ચિત્ર માંથી બાહર નીકળી જવાબ આપ્યો.
” મે આપકો વો પૈસે દેના ચાહતી હું. ” તે રડમસ થઈ ગઇ હતી.
“નહી મેડમ, મુજે અબ વો પૈસે નહીં ચાહીએ. ” મે કહ્યું. મારા મનમાં છેતરાયાની ભાવના હોવાથી મે સીધી ના પાડી દીધી.
” મેરા નિવેદન હૈ, please આપ સ્વીકાર કરે” તેણે કહ્યું.
“મેને તો તીન બાર રીમાઈન્ડર ભી દિયા થા. હર બાર મેરી કિસી આદમી સે બાત હોતી થી. ” મે કહ્યું.
“મે માફી ચાહતી હું. વો આપકા રિચાર્જ નહીં કરવા પાયે. વો મેરે પતી થે” તે રડવા લાગ્યા.
થોડી વાર વિરામ બાદ તે ફરી બોલ્યા
” વો ફેફડે કે મરીઝ થે. પીછલે સાત આઠ મહિનો સે વો બેડ રેસ્ટ પર હી થે. Lastweek ઉન્હોને ઇસ દુનિયા કોં અલવિદા કહ દિયા.
“ઓહ” હું વધું કશો જ જવાબ ન આપી શક્યો. હું ડઘાઈ ગયો હતો.
” Please આપ યે પૈસે સ્વીકાર કરે. હમકો અચ્છા લગેગા. ” તેને વિનંતી કરી.
” વો પૈસે કિસી જરૂરતમંદ કો દિજીએ. વો પૈસે ક સહી ઇસ્તેમાલ હોગા. ” મે કહ્યું.
“મિસ્ટર આરીફ, હમ વો ભી કરેંગે” તેઓ અટક્યા
“આપકો પતા હૈ મેરે પતી કે આખરી શબ્દ ક્યા થે?”
ઉનકે આખરી શબ્દ થે
“મેરે સર સે જબ તક સારા કર્ઝા ઉતર નહીં જાતા મુજે મોક્ષ નહીં મિલેગા. મિસ્ટર આરીફ કો પૈસે દેના મત ભૂલના”
મે સાંજ સુધી રાહ જોઇ. પણ તેનાથી કશું વળ્યું નહીં. મને હજી બેલેન્સ નહોતું મળ્યું. હું મુસ્તાકની દુકાન પર ગયો. આ વાત તેને પણ અચંબિત કરી રહી હતી. આવું ક્યારેય બન્યું નહોતું.
મે બરાબર ચેક કરી લેવા કહ્યુ. તેણે history ચેક કરી. થોડી મિનીટ બાદ તેં બોલ્યો. તેણે ભૂલથી કોઈ બીજાના મોબાઇલ પર રિચાર્જ કર્યું હતું. તેને બધાંજ અંક મારા મોબાઇલ નંબર જેવા જ હતાં કેવળ એક જ અંક અલગ હતો. તે ભૂલ થઈ. તેને ભય હતો કે તેને ચાર સો નું નુકશાન જશે.
મને ખબર હતી કે નાનાં રીટેલર માટે આ બહું મોટી રકમ હતી. તેથી મે નુકશાન ભોગવતા તેને પૈસા આપ્યાં. મુસ્તાકે ઘણીવાર મારો આભાર માન્યો. મે તેને માત્ર એટલું કહ્યું કે આ સાહજિક ભૂલ હતી. મે તેં નંબર લઇ અને તે પાર્ટીને ફોન કર્યો.
ઘણાં સમય બાદ, કદાચ છેલ્લી રિંગ હશેને કોઈએ પીક ઉપ કર્યો. અને કહ્યું ” હેલો”
” હેલો સર, હું આરીફ, મે આજે પાંચ સો નું રિચાર્જ કરાવ્યું હતું. પરંતું તે ભૂલ થી તમારાં નંબર પર થયુ હતું. ” મે તેમને પ્રેમથી સમજાવ્યા.
“અરે હા, મે સોચ રહા થા મેરે ફોન પે કિસને રિચાર્જ કરવાયા હોગા?”તેણે કહ્યું, તેનો સ્વર ભારે હતો. તે ધીમે ધીમે અને અટકી અટકીને બોલતાં હતાં.
“હમમ” મને ખબર ન પડી શું બોલું?.
“તુમ ચિંતા મત કરો. મે અભી ઘર પર હું. મે જબ બાહર નીકલુંગા તબ તુમ્હે રિચાર્જ કરવાં દૂંગ઼ા. “તેણે મને મક્કમ આશ્વાસન આપ્યું. મે તેમનો આભાર માન્યો. અને કોલ કાપ્યો. તે સારા માણસ લાગતા હતાં. મારે ચિંતા કરવા જેવું નથી. મે ફોન ને ખિસ્સામાં મુક્યો અને સ્મિત ચેહરા પર.
બીજા દિવસે હું ઓફીસ ગયો. આખો દીવસ પ્રવૃતિ મય રહ્યો, ઘણાં લોકોને મળવાનું, ઘણી દોડ ધામ. આ ઉતાવળ માં હું મારૂં બેલેન્સ ચેક કરવાંનું ભૂલી જ ગયો. રાત્રે મે બેલેન્સ ચેક કર્યું. પરંતું તે એમનું એમ હતું.
મે ફરી તે પાર્ટી ને કોલ કર્યો. તેણે રિચાર્જ ન કરાવી શક્યા બદલ દિલગીરી વ્યકત કરી. તેણે મને ચિંતા ન કરવા કહ્યું તેં ઘરે છે જ્યારે બાહર જશે ત્યારે રિચાર્જ કરાવી આપશે.
એક અઠવાડિયા બાદ મુસ્તાક મળ્યો. વાત વાતમાં તેણે પુછ્યું. પેલા પઉસ મળ્યા કે નહીં. હું તો તેં વાત પણ ભૂલી ગયો હતો. મે ચેક કર્યું. મને નવાઈ લાગી તે પાર્ટીએ હજી રિચાર્જ નહોતું કરાવ્યું.
મે તેને કોલ કાર્યો અને રિચાર્જ માટે પુછ્યું. પરંતું તેણે તેનો રટી રાખેલો જવાબ આપ્યો. “તુમ ચિંતા મત કરો. મે અભી ઘર પર હું. મે જબ બાહર નીકલુંગા તબ તુમ્હે રિચાર્જ કરવાં દૂંગા”
મને લાગ્યું તે જૂઠ્ઠો છે. આ સ્વાર્થી જગત છે ભાઈ. કોણ પાછું વાળે. મને નથી લાગતું તેં રિચાર્જ કરાવે. ”
હું મારી જાત સાથે સંવાદ કરી રહ્યો હતો છતા મુસ્તાક પોતાનું માથું સમર્થન માં હલાવી રહ્યો હતો. હું તે ઘટના સંપૂર્ણ વિસરી ગયો. અને આજ સુધી કોઇએ રિચાર્જ કરાવ્યું નહીં.
” હેલો મિસ્ટર આરીફ ક્યાં આપ મુજે સન રહે હૈ?” તે સ્ત્રી એ વાત જારી રાખી.
” જી મેડમ, બોલીએ આપકે લઇએ ક્યાં કર સકતા હું. ” મે સ્મૃતિ ચિત્ર માંથી બાહર નીકળી જવાબ આપ્યો
” મે આપકો વો પૈસે દેના ચાહતી હું. ” તે રડમસ થઈ ગઇ હતી.
“નહી મેડમ, મુજે અબ વો પૈસે નહીં ચાહીએ. ” મે કહ્યું. મારા મનમાં છેતરાયાની ભાવના હોવાથી મે સીધી ના પાડી દીધી.
” મેરા નિવેદન હૈ, please આપ સ્વીકાર કરે” તેણે કહ્યું.
“મેને તો તીન બાર રીમાઈન્ડર ભી દિયા થા. હર બાર મેરી કિસી આદમી સે બાત હોતી થી. ” મે કહ્યું.
“મે માફી ચાહતી હું. વો આપકા રિચાર્જ નહીં કરવા પાયે. વો મેરે પતી થે” તે રડવા લાગ્યા.
થોડી વાર વિરામ બાદ તે ફરી બોલ્યા
” વો ફેફડે કે મરીઝ થે. પીછલે સાત આઠ મહિનો સે વો બેડ રેસ્ટ પર હી થે. Lastweek ઉન્હોને ઇસ દુનિયા કોં અલવિદા કહ દિયા.
“ઓહ” હું વધું કશો જ જવાબ ન આપી શક્યો. હું ડઘાઈ ગયો હતો.
” Please આપ યે પૈસે સ્વીકાર કરે. હમકો અચ્છા લગેગા. ” તેને વિનંતી કરી.
“વો પૈસે કિસી જરૂરતમંદ કો દિજીએ. વો પૈસે ક સહી ઇસ્તેમાલ હોગા. ” મે કહ્યું.
“મિસ્ટર આરીફ, હમ વો ભી કરેંગે” તેઓ અટક્યા
“આપકો પતા હૈ મેરે પતી કે આખરી શબ્દ ક્યા થે?”
ઉનકે આખરી શબ્દ થે
“મેરે સર સે જબ તક સારા કર્ઝા ઉતર નહીં જાતા મુજે મોક્ષ નહીં મિલેગા. મિસ્ટર આરીફ કો પૈસે દેના મત ભૂલના”
***
લેખક: મહેબુબ સોનાલીયા
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.