સાસુમા – અંકિતા મહેતા
આજે પૂરા ત્રણ મહિના થઇ ગયા. સમય એનુ કામ કરે છે પણ જીંદગી તો જાણે ત્યાં જ થંભી ગઇ છે, આંખ ના આંસુ સુકાઇ ગયા પણ એ કારમો દિવસ આંખ સામે થી જવાનુ નામ નથી લેતો.
સંયમ અને સ્વર્ણા નાનપણ ના મિત્ર. સ્કુલ મા સાથે, રમત ગમત મા સાથે. એક બીજા ને બધી વાત ન કરે ત્યા સુધી ચેન ન પડે. બંને યુવાન થયા. સ્વર્ણા ને તો ભગવાને નિરાંત ના સમય મા ઘડી હતી. કાળી આંખો , ઊજળો વાન , નમણુ નાક , ગુલાબ ની પાંદડી જેવા હોઠ , લાંબા કાળા વાળ, એકવડો બાંધો. અને હંમેશા હસતો ચહેરો. સંયમ ૬ ફૂટ ઊંચો અને દેખાવડો. હા, થોડો ભીના વાને પણ એની વાક્છટા અને ચાતુર્ય એની પર્સનાલિટી ઊડી ને આંખે વળગે એવી. સંયમ ઓછાબોલો પણ ખૂબ સમજુ. સંયમ ના પિતા નાની ઉંમર મા મૃત્યુ પામ્યા હતા. માઁ સમજુબા અને સંયમ એ જ પરિવાર.
ઓછા બોલો સંયમ જ્યારે સ્વર્ણા સાથે હોઇ ત્યારે કોઇ ન માની શકે કે આ એ જ સંયમ છે. ખૂલી ને વાતો કરતો, હસતો – બોલતો. બંને એકબીજા ને એટલુ સમજતા કે પ્રેમ ના પ્રસ્તાવ ની જરૂર જ ન પડી.!! કીધા વગર પ્રેમ ની સ્વીક્રૃતિ પણ થઇ ગઈ.
બંને ના પરિવારે નાનપણ થી સાથે મોટા થતા જોયા હતા, એમની મિત્રતા જોઇ હતી એટલે એમણે પણ આ સબંધ સહષૅ સ્વિકારી લીધો. કહે છે ને બધુ બહુ સરસ ચાલતુ હોય તો નજરાય જાય. બસ, અહી આ સબંધ મા પણ કોની તો એવી કાળી નજર લાગી કે પંદર દિવસ ના દામ્પત્ય માં જ જીંદગી વેર વિખેર થઇ ગઇ.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
સંયમ અને સ્વર્ણા લગ્ન પછી દાર્જલીંગ ફરવા ગયા. એક બીજા સાથે આઠ દિવસ તો જાણે પળ વાર મા વિતી ગયા. ત્યા જ દાર્જલીંગ મા ભૂસ્ખલન થયુ અને સ્વર્ણા ની આંખ સામે જ સંયમ ખીણ મા ફંગોળાઇ ગયો. સ્વર્ણા મદદ માટે બૂમો પાડતી રહી પણ આ હોનારત મા કોણ કોને બચાવે? અને બચાવા જાય પણ ક્યા? એટલી ઊંડી ખીણ મા પડ્યા પછી શરીર પણ હાથ મા આવે તેમ ન હતુ. ત્યા ના માણસો ની મદદ થી ઘર ના નો સંપર્ક કર્યો. પણ જે થવા નુ હતુ એ થઇ ગયુ હવે એમા કશુ થઇ શકે એમ ન હતુ. એ હસતો ચહેરા પર વિલાપ વ્યાપી ગયો.
એક ના એક પુત્ર ના મૃત્યુ થી ભાંગી ગયેલા સમજુબા જુવાનજોધ વહૂ ને જોઇ સાવ ફસડાય પડ્યા. કોણ કોને સાંત્વના આપે? માં એ એક ના એક પુત્ર ને ગુમાવ્યો તો પત્ની એ પંદર જ દિવસ મા ભરથાર ને. સગા સંબંધી તો કેટલા દિવસ સંભાળે? દિવસો જવા લાગ્યા અને ઘર ખાલી થઈ ગયુ.
સંયમ ના ગયા પછી સ્વર્ણા એ જાણે જીવવા નુ જ મૂકી દીધુ હતુ. જીંદગી બેરંગ કરી નાખી. સમજુબા ના ખૂબ સમજાવા છતા એણે સફેદ રંગ જ ઓઢી લીધો હતો. ન કોઇ શિંગાર કે ન કોઇ રંગ , સાવ કોરી અને બેરંગ જીંદગી. સ્વર્ણા નુ આ રૂપ સમજુબા માટે અસહ્ય હતુ. એનુ આ રૂપ સંયમ ની ગેરહાજરી નુ પ્રતિક લાગતુ.
જમાનો જોયેલા સમજુબા એ ધીમે ધીમે હિંમત કેળવી દુઃખ મા થી બહાર આવવા ના પ્રયત્ન ચાલુ કર્યા. પોતાની જીંદગી મા તો હવે કંઇ ન હતુ રહ્યુ પણ વહુ માટે, એની જીંદગી સુધારવા માટે કંઈક તો કરવુ પડે એમ હતુ. વહુ નુ આખુ જીવન સામે પડ્યુ હતુ.
આજે ત્રણ મહિના પૂરા થઇ ગયા. સ્વર્ણા શુન્યમનસ્ક બેઠી હતી અને સમજુબા મન વગર માળા ના મણકા ફેરવતા હતા. ત્યા એક યુવાન ઘર મા આવ્યો. ધ્યાન થી જોયા બાદ ઓળખ્યા કે આ તો કિશન છે, સંયમ નો મિત્ર. બારમા પછી અમેરિકા ભણવા ગયો હતો અને ગઇકાલે પાછો ફર્યો હતો. સંયમ ની મૃત્યુ ની જાણ થતા સમજુબા પાસે આવ્યો હતો. કિશન ની માતા તો જન્મ આપી ને સ્વર્ગે સિધાવી ગયા. નવી માતા સાથે લાગણી થઇ જ નહી. સંયમ સાથે અવાર નવાર આવતો ત્યારે સમજુબા ખૂબ મમતા રાખતા.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
કિશને આવી ને એટલુ કહ્યુ કે “હુ સંયમ નુ સ્થાન તો ન લઇ શકુ પણ તમારો બીજો દિકરો તો બની શકુ ને બા?” સમજુબા ભેંટી ખૂબ રડ્યા જાણે સંયમ ને ભેટતા હોય. કિશન રોજ આવતો જતો. સ્વર્ણા ને પણ સમજાવા ની કોશિષ કરતો પણ તેણે તો પોતાની જાત ને અભેધ્ય કિલ્લા મા પૂરી દિધી હતી.
“સ્વર્ણા, દિકરી જીંદગી મા આગળ તો વધવુ પડશે ને? આમ ક્યા સુધી ચાલશે?”
“પણ બા, સંયમ વગર ની જીંદગી હુ કલ્પી જ નથી શકતી. બા… હુ શુ કરુ? ” અને સ્વર્ણા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
કિશને વાત સાંભળી લીધી હતી પણ એ કઇ બોલ્યો નહી. બે – ત્રણ દિવસ એ સમજુબા ને મળવા પણ ન આવ્યો.
ચાર દિવસ પછી કિશન આવ્યો. એણે મોકો જોઇ સમજુબા ને કહ્યુ, “બા, તમે કહો તો હુ સ્વર્ણા તરફ મિત્રતા નો હાથ લંબાવુ.
અત્યારે કદાચ એને મિત્ર ની જરુર છે કે જ એના દુઃખ ને સમજી એમા થી બહાર નીકળવા મા મદદ કરે. બા, સ્વર્ણા ની ઇચ્છા હશે તો હુ આખી જીંદગી પણ સાથ આપવા તૈયાર છુ.”
ત્યારે તો એ કઇ બોલ્યા નહી , પણ પછી બીજા દિવસે કિશન ને સંમતિ આપી, ” જો બેટા, સ્વર્ણા મારી વહુ હતી પણ હવે મારી દિકરી છે,એના સુખ થી વધુ મારી જીંદગી મા કઇ નથી. જો તારી મિત્રતા એને દુઃખ મા થી બહાર લાવી શકે તો મારા થી વધુ કોઇ ખૂશ નહી થાય.”
કિશન ધીમે ધીમે સ્વર્ણા સાથે વાત કરવા ની કોશિષ શરૂ કરી. પણ સ્વર્ણા તરફ થી કઇ પ્રતિસાદ નહી. પછી કિશન સંયમ ની વાત શરૂ કરી. બંને ની મિત્રતા ની, સાથે ગાળેલો સમય, પોતે કરેલા તોફાનો નો ટોપલો તે કેવો સંયમ પર ઢોળતો અને શાંત એવા સંયમ ને ફસાવી દેતો. રોજ નવા કિસ્સા કિશન લઇ આવે એમા થી અમુક તો મન ની વાર્તાઓ પણ હોય. એમાના જ એક કિસ્સા પર સ્વર્ણા આજે છ મહિના મા પેલી વાર હસી અને પછી હૈયાફાટ રડી. જાણે આટલા મહિનાઓ થી ભરી રાખેલ ઘડો આજ ફુટી ગયો.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
અને આ જ એ મોકો હતો એને વાસ્તવિક્તા સમજાવાનો. “સ્વર્ણા તમારી જીંદગી ની એ ખાલી જગ્યા હુ પૂરવા નથી માગતો. તમારા હાસ્ય થી લઇ તમારા આંસુ સુધી બધે સંયમ તમારી સાથે જ છે. મારે એને અલગ નથી કરવો પણ મારે મારી જગ્યા બનાવી છે તમારી જીંદગી મા. મને મિત્ર તરીકે સ્વિકારો , યોગ્ય લાગે તો જ જીવન આખા ના સાથ માટે સ્વિકારજો.” અને કિશન ત્યા થી નીકળી ગયો.
એ ગયો એટલે સમજુબા સ્વર્ણા પાસે ગયા. એ તેની તકલીફ , પિડા બધુ સમજતા હતા. ” જો બેટા જીંદગી બહુ લાંબી છે. હુ આજ છુ કાલે નહી હોવ ત્યારે તુ શુ કરીશ. ? સમાજ કે દુનિયા ગમે એટલુ મોર્ડન થાય પણ સ્ત્રી ને એક હૂફ , એક સલામતિ , એક મજબૂત ખભ્ભો કે જેના પર.આંસુ સારી શકે, જે તેની માટે સામી છાતી એ દુનિયા સામે લડી શકે તેવા પુરુષ ના સાથ ની ઝંખના કાયમ રહી છે. કિશન તને તારા સંયમ સાથે સ્વિકારે છે. અને મહત્વ ની વાત એ કે એ તારો મિત્ર બની પણ રહેવા માંગે છે. મિત્ર સાથે જીવનભર સાથ ની ખૂશી તારા થી વધુ કોણ સમજે? હુ તને કોઇ પણ દબાણ નથી કરતી.”
પાંચ દિવસ વિતી ગયા પણ કોઇ એ વાત ઉચ્ચારી નહી. આજ દિવાળી નો દિવસ પણ સંયમ ના ગયા પછી બધા દિવસ એક સરખા જ જતા. સ્વર્ણા લાલ પાનેતર લઇ ને સમજુબા પાસે ગઇ
“બા, હુ બરાબર કરુ છુ ને? ” અને સમજુબા એને ભેટી પડ્યા. કિશન ને બોલાવ્યો.
દિકરી ની જીંદગી ની નવી શરૂઆત ની ખુશી મા સમજુબા ઘર ની સાથે સ્વર્ણા ની જીંદગી મા પણ રોશની કરી દીધી.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
લેખક: અંકિતા મહેતા
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.