લવ સ્ટોરી, આનલ અને રોહિત – નિયતી કાપડિયા

લવ સ્ટોરી, આનલ અને રોહિત – નિયતી કાપડિયા

આજે કોલેજમાં ન​વા દાખલ થયેલા છોકરા અને છોકરીઓનો પહેલો દિવસ હતો. ન​વા જુના ચહેરા​ઓનો કોલાહલ ભરેલ માહોલ.કેટકેટલા પ્રકારની તો ફક્ત આંખો હતી? કેટલાયે સપના આંજેલી આંખો, કોઈની રુઆબ ઝાડતી આંખો ,કોઈ કોઈ થોડી ગભરાયેલી તો કોઈ કોઈ સાવ નફ્ફટ થ​ઈ ન​વી આવતી છોકરીઓને એકીટસે તાકી રહેલી આંખો!

એ હતો MBA મા જોડાયાનો પહેલો દિવસ.

આ બધા મેડા​વડામાં સૌથી અલગ તરી આવતો એ હતો આપણો રોહિત. સફેદ કલરનો શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલો, સહેજ શ્યામ પણ ઘાટીલો, પાંચ ફુટ બાર ઇંચનો રોહિત એના વર્ગમા જ​ઈને એકલો બેઠો હતો.પહેલા પિરિયડનો સમય થ​ઈ ગયો હતો છતાં હજી કોઈ અન્દર આવ્યુ ન હતું.

પ્રોફેસર શુક્લાએ અન્દર પગ મુકતાંજ એકલા બેઠેલા રોહિતને જોઈ કહ્યુ, “કેમ ભાઈ આખી કોલેજમા તું એકલો જ ભણ​વા આવ્યો છે કે શું?”

“ ના સર! હું પણ ભણ​વા આવી છુ”

ચારે આંખો એક સાથે દર​વાજા તરફ મંડાણી. સામે ઉભેલી પાંચ ફુટ સાત ઇંચ ઉઁચાઈની, ગુલાબી સ્કર્ટ ને સફેદ ટોપ પહેરેલી, ગુલાબી ગુલાબ જેવી છોકરી ને છોકરી કહેવી કે પરિ એ વિચારે બંને ચુપ થ​ઈ ગયા.

“સર હું આનલ મહેતા.”

આનલ અન્દર પ્ર​વેશી,રોહિત તરફ હળવુ સ્મિત કરી એની આગળની બેંચમા બેસી ગ​ઈ.

તો આ હતી આપણા હિરો ને હિરોઈન ની પહેલી મુલાકાત! બન્ને તદ્દન ભિન્ન માહોલમાંથી આવતા હતા.બન્નેની રહેણિ કરણી,બેઉની ફેશન ,બેયના દોસ્ત અલગ હતા છતા બન્ને મા એક વાતે અજબ સામ્યતા હતી એ હતી વિચારોની સામ્યતા! ભણ​વામાતો બન્ને હોશિયાર હતાજ.એક સાથે સમય પસાર થતો રહ્યો.બે વરસ ક્યારે વિતી ગયા એની ખબર જ ના પડી!

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

પણ, એક વાતની ધીરે ધીરે આનલને ખબર પડી રહી હતી કે રોહિત એને મનોમન પસંદ કરે છે! આનલની જાણ બહાર રોહિતની નજર એના ચહેરાને તાકી રહેતી હતી એ આનલે જાણી લિધેલું.આમતો એનેય રોહિત ગમતો હતો પણ એ સામેથી એના પ્રેમનો પ્રસ્તાવ મુકે એવુ એનુ ગર્વિષ્ઠ મન ઇચ્છતુ હતુ. ને એ અણમોલ ઘડી ની રાહમા ને રાહમા એ હવે લગભગ અધિરિ થ​ઈ ગ​ઈ હતી.આખરે એણે નિર્ણય લ​ઈ જ લિધો.

રાતના સાડા અગિયાર વાગે રોહિતનો ફોન રણક્યો,

“હલો હલો ,આનલ!”

મોબઈલ પર આનલનો નમ્બર જોતા રોહિતે કહ્યુ.

સામા છેડે આનલની સ્થિતિ કફોડી હતી,કેમેય કરીને એના ગળામાંથી અવાજ જ નહતો આવતો. એનુ દિલ ૧૨૦ની ગતીએ ધડકી રહ્યુ હતુ. પરાણે હળ​વેથી ફક્ત “રો…હિ…ત્” એટલુ જ બોલાયુ ને એણે ફોન મુકી દીધો બાકીની આખી રાત બન્નેએ જાગીને પસાર કરી. આનલ પોતાની જાતને ગાળો દેતી રહી ને રોહિત આનલની ચિંતા કરતો રહ્યો!

સવારે આનલને કોલેજના દર​વાજે જ રોહિત મળી ગયો.

“શું થયુ? રાતના તે કોલ કરેલો પછી,વાત કેમ ના કરી?” રોજ ખિલેલા ગુલાબ જેવી દેખાતી આનલ આજે રોહિતને ઉદાસ લાગી.

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

“વાહ! ક​ઈ બહુ ચિંતા થ​ઈ રહી છે આજ!” આનલે ચિડાઈને કહ્યુ.

“ના,એટલેકે હા,ના…”

આનલ હસી પડી.

“એક જરુરી વાત કર​વી હતી પણ, હું બોલી જ ના શકી!” આનલના અવાજમા અનાયસ જ થોડી ભિનાશ ભળી ગ​ઈ.

“ચાલ ક્યાંક બેસીએ.” રોહિતે કહ્યું.

બન્ને જણા કેન્ટીંગમા જ​ઈ ને બેઠા.

“બોલ હ​વે” રોહિતે એક હળ​વુ સ્મિત કરી કહ્યુ.

“રોહિત હુ ,હું એમ માનુ છુ કે ,કે તુ મને હું તને”, “આઇ લ​વ યુ!” આંખો મિંચીને આખરે આનલે બોલી દીધુ.

હવે બોલ​વાનો વારો રોહિતનો હતો.પણ એ તો સાવ ચુપ ચાપ બેસી રહ્યો હતો. આનલ લગભગ રડી પડવાના અવાજે બોલી

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

“તુ મને લ​વ નથી કરતો?” રોહિતે આનલની સામે જોયુ.

એની આંખોમા પણ થોડી ભિનાશ આવી ગ​ઈ હતી.

“ચાલ મારી સાથે.”

“ક્યાં?”

“ચાલ​.”

રોહિત આનલને લ​ઈને એક ઘરની બહાર ઉભો હતો.

“આ મારુ ઘર છે.”

“સરસ છે.”

“તારા બંગલાની સરખામણીએ તો એ સાવ સામાન્ય છે.”

“મને ફરક નથી પડતો.”

“ફરક તો મનેય નથી પડતો!”

રોહિત સહેજ હસ્યો ,દર્દીલુ! “જા એ ઘરમા.” રોહિતે આંગળિ ચિંધી…

આનલ મનોમન થોડીક ખુશ થ​ઈ એને થયુ કે અન્દરનુ ઘર કેટલુ સામાન્ય છે એ જોવા રોહિતે એને મોકલી હશે. પછી અમીર ગરીબનુ ભાષણ આપશે પણ હુ એને મનાવી લ​ઈશ!

અન્દર શું જોવા મળશે? એની નિયતિ એને ક્યા લ​ઈ જશે? એની જરીકે તમા રાખ્યા વગર એ બારણે પહોચી. આનલે ધીરેથી બારણાને ધક્કો માર્યો, બારણુ ખુલ્લુજ હતુ ઉગડી ગયુ.

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

અન્દર થોડાક અંધારામા ,રુમની વચોવચ એક સ્ત્રી, કહો કે એક ડોશી નીચે જમીન પર બેસીને ક​ઈક ખાઈ રહી હતી. આનલનુ બધુ ધ્યાન એ સ્ત્રી પર કેન્દ્રીત થયુ. એનો પાલ​વ સરકીને જમીન પર પડી ગયેલો, વિખરાયેલા વાળ, એનું તો બધુજ ધ્યાન એના ખાવામા હતુ. સિસકારા બોલાવતી, વારે વારે આંગળા ચાટતી એ કોઈ અકરાન્તિયાની જેમ ખા​ઈ રહી હતી.એના નાકમાંથી વહી રહેલા પાણીને એણે એનાજ હાથથી નાક ઘસીને ગાલ ઉપર લુછ્યું ને પછી એ જ હાથથી ખાવાનુ ચાલુ… આનલને ઉબકો આવી ગયો ત્યાંજ એ સ્ત્રીનુ ધ્યાન પણ આનલ તરફ ગયુ,

“કોણ સે તું ?”

“માર ઘરમા ચમ આયી સે હેં? જા, જા નેકળ બારે નીકર ભોડું ફોડી નોખે”,

આનલ સડસડાટ કરતી બહાર નીકળી ગ​ઈ.

રોહીત ત્યાંજ ઉભો હતો.“રોહિત અન્દર પેલી બાઈ,”

“એ મારી માં છે.”આનલ કોઇ પ્રતિભાવ આપે એ પહેલા જ રોહિતે કહ્યુ. “એ ગાંડી છે,ને આ દુનિયામા એનુ મારા સિવાય કોઈ નથી.”થોડુક અટકીને એણે આનલ સામે જોયુ, એ હજી આઘાતમા હતી.

“તુ મને કોલેજના પહેલા દિવસથીજ પસંદ હતી. મનોમન હું તને ક્યારે ચાહ​વા લાગી ગયો એની મને ખબર નથી પણ હું આ જનમમા મારી માંને નહી છોડી શકુ એની ખબર હતી એટલેજ આજ સુંધી તને કંઇ જણાવ્યુ નહી.”

“પણ રોહિત એમનો ઇલાજ ”

“ઘણી જગાએ કરા​વ્યો, કંઇ ફરક ના પડ્યો!” રોહિતે એના ખિસ્સામાંથી એક ફોટો કાઢ્યો,“આ અમારા સુખી સંસાર ની છેલ્લી નિશાની છે.”

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

આનલે ફોટા સામે જોયુ. એક બાર-તેર વરસનો છોકરો એના માતાપિતા સાથે ઉભેલો હતો. બધા લોકો એકદમ ખુશહાલ જણાતા હતા.

“આ ફોટો દિવાળીના દિવસે પડાવેલો, એના થોડાક જ દિવસો બાદ પપ્પાનુ ખુન થ​ઈ થ​ઈ ગયેલુ. એમના ભાગીદારે જ એ કરાવ્યુ હશે એવો મમ્મીને વિશ્વાસ હતો. એ ઘણુ લડી. ઘણુરડી. કોર્ટના પગથીયા ઘસી ઘસીને એ પોતેય ઘસાઇ ગ​ઈ! ક​ઈ સાબિત ના થયુ. મારા પપ્પાની રાત દિવસની મહેનતથી ઉભો કરેલો ધંધો અમને ના મલ્યો. અમારુ ઘર ,જમીન ,ગાડી બધુંજ વેચાઇ ગયુ છતા ઇન્સાફ ના મલ્યો ને એમાજ મારી માં એનુ માનસીક સંતોલન ગૂમાવી બેસી. મમ્મીનુ ચસકી ગયુ! કેટલી વહાલસોઈ, અન્નપુર્ણાના અવતાર સમાન મારી માં આજે !”

થોડીવાર બંને છેડે મૌન છવાયુ.

“તારા મનમા આટલુ દર્દ ભરેલુ હતુ ને તે મને એનો અણસારેય ના આવ​વા દિધો. ચાલ ભુલીજા એ બધુ આપણે લગ્ન કરી લઈએ, હું તારી મમ્મીને મારી મમ્મી માનીને સાચ​વિશ, એમને કોઇ તકલિફ નહી પડ​વા દ​વ વિશ્વાસ રાખ.” આનલની આંખો વરસી પડી.

“મને તારા પર પુરો ભરોસો છે, પણ શું છે ને કે હુ તને પ્રેમ કરુ છું, ને તને દુખી થતી ક્યારેય નહી જોઇ શકુ! હું નથી ઇચ્છતો કે તારુ ઉજ્જ​વળ ભ​વિષ્ય મારી માની સેવા કર​વામા વેડફા​ઈ જાય.” “રોહિત હું ,”

“ક​ઈ ના બોલીશ. તું ભલે બધુ જ સહેવા તૈયાર હોય પણ હું નથી. તુ મને જ્યારે પણ મલે ત્યારે આમજ ગુલાબની જેમ ખિલેલી દેખા​વી જોઇએ નહીકે થાકેલી હારી ગયેલી!”

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

“તુ તારા જેવા જ કોઇ સંસકારી, સારા ઘરના છોકરાને પરણી જજે હુ કોઇ સાવ સામાન્ય, મારી માની સેવા કર​વા તૈયાર હોય એવી છોકરી સાથે પરણીશ ને જો , એ મમ્મીનુ સરખુ ધ્યાન નહી રાખેને તો દ​ઈશ એને ઉલટા હાથની એક!” આંખમાથી વહી આવ​વા મથતા આંસુને ખાળ​વા રોહિત જોરથી હસી પડ્યો, સાવ ખોટે ખોટું!

હરે ક્રિષ્ના! જ્યાં સાચો પ્રેમ પ્રગટાવે ત્યાંજ આટલી બધી તકલીફ શિદને દેતો હશે? નિયતિનુ લખેલુ શું તુ પણ ના મિટાવી શકે?

આખરે છુટા પડી ગયા બન્ને કે એમ કહો છુટા પડી જ​વુ પડ્યુ! આનલને મન રોહિત એક ન​વી ઉંચાઈયે સ્થાપિત થ​ઈ ગયો જ્યાં કદાચ આ દુનિયાનો કોઇ પુરુષ હ​વે ક્યારેય નહિ પહોંચી શકે. એ સાંજ ના બનાવ બાદ બેઉ વચ્ચે એક અદ્રશ્ય આવરણ છ​વાઈ ગયુ ,મૌનનુ! થોડક જ દિવસો બાદ પરિક્ષા આવી ને ગ​ઈ ને પરિણામનો દિવસ આવી ગયો.

આનલ હજી ક​ઈંક કહે એ પહેલાજ રોહિતે એને પોતાના લગ્ન નક્કી થ​ઈ ગયાનુ જણાવેલુ. આનલ એને શુભેચ્છા આપીને જતી રહેલી, સદાને માટે !

આ વાતને મહિનો થ​વા આવ્યો હશે કે રોહિતનો મેસેજ આવેલો, “તુ લગ્નમા ના આવી! ઠીક છે, તુ મારી દોસ્ત હંમેશા રહેવાની.ક્યારેય મારે લાયક કોઈ કામ હોય તું યાદ કરજે. જોકે હું ચાહુંછુ કે એવો સમય કોઈ દી ના આવે. તું હંમેશા ખુશ રહે! લગ્નનો ફોટો મોકલુ છુ.” આની સાથે એનો એની પત્નિ સાથેનો લગ્ન સમયનો ફોટો હતો. આનલ એ શહેર છોડીને બીજે ચાલી ગઈ…. થોડોક બીજો વખત પસાર થયો હશે ત્યારે આનલે રોહિતને એક મેસેજ કરેલો,

“હેપ્પી ફેમિલી!” સાથે એક ફોટો જેમા આનલની સાથે એને શોભે એવો એક સુંદર યુવક અને એક ટેણિયો હતો !

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

થોડા બીજા મહિના વિતી ગયા. આનલના પપ્પાની તબિયત ઠીક ના હોવાથી એ પાછી આ જુના શહેરમા આવેલી. પપ્પાનો રીપોર્ટ લેવા એ હોસ્પિટલે ગયેલી ત્યાંજ એને એની કોલેજના સમયની એક સહેલી મળી ગઈ. વાત વાતમા એ ક​ઈક આવું બોલી,

“ખરા છો યાર તમે બન્ને! એકબીજાને આટલો પ્રેમ કરોછો તો પરણી કેમ નથી જતા? વાંધો શુ છે પેલાની મમ્મીયે બે વરસ પહેલા ઉકલી ગ​ઈ.”

“કોની વાત કરે છે?”

“તારી ને રોહિતની જ તો!”

“પણ એણે તો લગ્ન કરી લીધેલાને જો મારી પાસે ફોટો છે.” આનલે મોબાઈલમા રોહિતે જે મોકલેલો એ ફોટો બતાવ્યો.

“અરે યાર! કેમ આમ કરે છે આતો એના ફોઈની દિકરી છે!”

“શું?” આનલને આશ્ચર્ય સાથે આઘાત લાગ્યો.

“હાં જ તો, તું એનો મેસેજ વાંચ. એમા ક્યાં લખ્યુ છે કે આ એની પત્નિ છે?”

“મતલબ કે!” આનલની આંખો ભરા​ઈ આવી.

“મતલબ કે એ હજી તારો જ છે વાત કર એની સાથે.”

“પણ !”

“પણનેબણ હ​વે મુક કોરાણે, ચાલ ફોન જોડ હાલજ !”

ધડકતા દિલે આનલે ફોન જોડ્યો.એક,બે ને ત્રીજી રિંગે,

“હલો હલો, આનલ!”

આનલને ગળે ડુમો બાજી ગયો. એજ અવાજ! આનલ ક​ઈ ના બોલી શકી મહામહેનતે ધીરેથી ફક્ત “રો…હિ…ત ”, એટલુજ નીકળ્યુ. એના ગળે ડૂમો બાઝી ગયો હતો.

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

આનલે ફોન કટ કરી દીધો.એનાથી રડી પડાયુ.

“શુ થયુ ?”

“કંઈ​ નહી! મારાથી વાત નહિ થાય”,

“આ તારો કોલ આવે છે.”

આનલે ફોન લીધો. સામે છેડે રોહિત હતો.

“જો ફોન કટ ના કરતી યાર! શું થયુ કંઈ તકલીફ હોય તો જણાવ મને, તું રડે છે કેમ? ”

“તારી માં મરી ગ​ઈ એટલે રડું છુ સાલા ગધેડા!” આનલને રોહિત પર બરાબરની ખિજ ચઢી હતી.

“મા​ઈન્ડ યોર લેંગ​વેજ!”

“નહી કરુ જા! થાય એ કરીલે એક નમ્બરના જુઠ્ઠાડા,કોના લગ્નનો ફોટો મોકલેલો ,હ્મ્મ ?” આનલથી ધ્રુસકુ નંખાઈ ગયુ.

બે ઘડી શાન્તિ છ​વાઈ.

“મે જે કર્યુ એ તારી ભલાઇ માટે જ કરેલુ”, “બે વરસ પહેલા જ્યારે મમ્મી ઊંઘમાજ ગુજરી ગ​ઈ ત્યારે સૌથી પહેલા તારો જ વિચાર આવેલો. હું તને કોલ કરવાનોજ હતો કે તારો મેસેજ મલ્યો, હેપ્પી ફેમિલી! પછી તને ડિસ્ટર્બ કર​વાનુ,”

“એ ફોટોમાં મારી સાથે મારા મામાનો દિકરોને અને એનો દિકરો હતો.” આનલે રોહિતની વાત કાપતા કહ્યુ, “હું હજી તારી જ છુ!” બન્ને છેડે ફરીથી થોડીવાર શાન્તિ છવાયેલી રહી.

“ તુ ક્યાં છે હાલ્? હું આવુ છુ.”

થોડીક જ મિનિટો પછી રોહિત અને આનલ સાથે હતા એની જેગુઆરમાં! અને આ વખતે સદાને માટે!

“હસ્ત બે જોડાઈ રહેલા એમાં…

ઉપસેલો એક સુગંધી પ્રસ્વેદ છે…”

ઉપસેલો એક સુગંધી પ્રસ્વેદ છે…”

સાકેત દવે સરની આ બે સુંદર પંક્તિ સાથે વાર્તા અહીં સમાપ્ત કરૂ છું….

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!


લેખક: નિયતી કાપડિયા

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!