દીકરી, પારકી થાપણ??? – રીટા મેકવાન “પલ”
આશા નો જન્મ થયો ને ઘરમાં ખુશીના દીપ ઝળહળી ઉઠ્યા.પણ ફોઈ બોલ્યા, દીકરી તો ” પારકી થાપણ” કહેવાય…ને મારી મમ્મી નું મોં ઉદાસ થયી ગયું. જ્યારથી સમજતી થયી ત્યારથી આ શબ્દ મે અનેકવાર સાંભળ્યો છે.
ઘણી વાર મન વિરોધ કરવા માંગે પણ મમ્મી ને જોઈ ને ધીરજ રાખતા ને સહન કરતા શીખી લીધું. ભણતર પૂરું કરતા ૨૪ વરસની ઉંમર થયી ને ઘરમાં લગ્ન ની વાતો શરુ થઈ. ફોઈ બોલ્યા, સારું પાત્ર જોઈ “પારકી થાપણ” ને વળાવવા ની તૈયારી કરો. મે મમ્મી સામે જોયુ, એણે ઈશારા થી ચૂપ રહેવા નું કહ્યું. સારા ઘર નું માંગુ આવ્યું. ને સગાઈ થયી ગયી.
૬ મહિના પછી લગ્ન લેવાનું નક્કી થયું. આ વચ્ચે ના સમય માં હું સાસરે જતી. ત્યાં અવિનાશ ના કાકી સિવાય બધા નો સ્વભાવ સારો હતો. કાકી નિસંતાન ને વિધવા હતા.
૬ મહિના પસાર થતા લગ્ન લેવાયા ને …મે… લાલ પાનેતર માં સજજ થયી,ઘૂંઘટ ઓઢી, આંખોમાં સપનાનું વાવેતર કરી પિયુ ના ઘરે ઉંબરે મૂકેલા અક્ષત ભરેલા કળશ ને પગ અડાડ્યો ને સાસરીમાં પહેલો પગ મૂક્યો. કાકીમાં મોટા હોવાથી એમને પગે લાગીને મારા સાસુ ને પગે લાગું છું ત્યાં તો કાકી મા બોલ્યા, ગમેતેમ પણ વહુ તો પારકી જ કહેવાય, ને હું સ્તબ્ધ થયી ગયી કે અહી પણ આજ સાંભળવાનું.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
હું ધીમે થી કાકી મા પાસે ગયી ને બે હાથ જોડી નમ્રતા થી કહ્યું, કાકી મા જ્યારથી સમજતી થયી ત્યારથી મારા પિયર માં પણ ” પારકી થાપણ” જ સાંભળું છું. આજે સાસરી માં પણ એજ ” પારકી” શબ્દ ?? ને હું રડી પડી. હું સ્ત્રી છું કે થાપણ છું??? ને થાપણ છું તો કોની થાપણ?? શું મારું દીકરી તરીકે કોઈ અસ્તિત્વ નથી???બોલતા બોલતા હું હીબકે ચઢી ગયી.
મારા કાકી માં મારી પાસે આવ્યા ને મારે માથે હાથ મૂકી બોલ્યા, મારી ભૂલ થયી દીકરી..કહી મારા આંસુ લૂછતાં બોલ્યા, અરે તું તો અમારા ઘરની લક્ષ્મી છે ને આ ઘરમાં હું અમારી ગૃહલક્ષ્મી નું સ્વાગત કરું છું. હવે મારા સાસુ અવિનાશ ને લઈને મારી પાસે આવ્યા.
અવિનાશ ને મારી બાજુમાં ઊભા રાખ્યા ને અમારા ઓવારણાં લીધાં ને કહ્યું, દીકરી તું “પારકી થાપણ” નથી પણ સાસરી ને પિયર બન્ને ઘરને અજવાળતો એક આશાદિપ છે. ને બધા મહેમાનોએ તાળીઓના ગડગડાટ થી અને ફૂલોથી અમને નવદંપતીને વધાવી લીધાં…. મારી ને અવિનાશ ની નજર એક થયી ને અમારી વચ્ચે એક વિશ્વાસ નું તારામૈત્રક રચાયું..
લેખક: રીટા મેકવાન “પલ”
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.