“જય શીતળા માં ” અને “જય પ્લાસ્ટિક માં ” – પટેલ દક્ષા આર
(આ મારો પોતાનો વિચાર માત્ર છે, હું કોઈની ધાર્મિક લાગણી દુભાવવા નથી માંગતી )
શીતળા સાતમ એ આમ તો આરોગ્ય અને સ્વચ્છતાની જાગૃતિ અભિયાન નો ઉત્સવ છે. બાકી, ગૃહિણીઓને મેળામાં જવા કે પિયર જવા મળે કે રસોઈ માંથી છૂટી મેળવી ને તીન પત્તી રમવા, કે હરવા ફરવા માટે માનુનીઓ ફ્રી રહે એમાં આપણને તો શું કોઈને ય શુ વાંધો ?
જો કે ગૃહીણીઓ ને જેમ કરવું હોય તેમ કરે એમાં કોઈ નો વાંધો ચાલે ય નહિ !! પણ, ચીલાચાલુ રીતે શીતળા સાતમ ઉજવતા ઉજવતા એક કીડો સળવળ થાય ! આપણે લોકો ધર્મને ડરીને શુ કામ માનીએ , પ્રેમથી, ધાર્મિક કેમ બનીએ નહિ ? અને હા, શીતળા સાતમ ની વાર્તા સાંભળ્યા પછી એક જ પ્રશ્ન દર વર્ષે સતાવે
દેરાણી ની ભૂલ થઈ, સમજાઈ ગયું નિરાકરણ માટે નીકળી, રસ્તામાં મળેલા, તલાવડી, આખલા, વૃક્ષ એને પોતાની સમસ્યાનો ઉકેલ માટે કહે, દેરાણી ને શીતળા માતાજી મળે દીકરો સજીવન થાય અને ઝાડ,તલાવડી અને આખલા નું નિરાકરણ મેળવે. વળતા એ બધા ની સમસ્યાઓ દૂર કરી ને ઘરે પાછી ફરે ઠીક છે પણ બીજે વર્ષે જેઠાણી ફક્ત ઇર્ષાથી ચૂલો ન ઠારતા એનો છોકરો બળી જાય એવું કોઈ માં ઈચ્છે ? દેરાણી નું જે થયું તે પણ પોતાનો છોકરો , હાથે કરી ને ભડથું કરે ખરી ??
ગુજ્જુવાણી ની વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
એ પણ ઠીક, છોકરો લઈ ને ચાલી, દેરાણી ની જેમ તો રસ્તા માં ફરી ફરી થી બધાય, તલાવડી, ઝાડવા, ને આખલા ફરીથી પૂછે અમારા પ્રશ્ન નો જવાબ લઈ આવજે ને ? તો એલા, ગયા વર્ષે જ દેરાણી એ તમારી સમસ્યાનો ઉકેલ તો કરી જ નાખ્યો હતો અને તલાવડી નું પાણી પીવા લાયક બની ગયું હતું આખલાઓ બાધતા બન્ધ થઈ ગયા હતા અને વૃક્ષ માં મીઠા ફળો આવવા લાગ્યા હતા
તો પછી, ફરીથી કેમ એ જ પ્રશ્ન ?? બધુ સરખું થયું હતું ઇ ક્યાં ગયું ?
મારા વાચકો, આ મારા મન માં ઉઠેલા સવાલ છે, હવે તો ભારત માંથી શીતળા રોગ નાબૂદ થઈ ગયો છે. તો ય આપણે શીતળા માતાજી ના ડર થી ચૂલા ઠારીએ એ હવે ની જનરેશન ને કેમેય ગળે નહિ ઉતરે . એ માટે , આપણી શીતળા સાતમ, નવી વિધાયક દ્રષ્ટિ થી ઉજવીએ આપણે આપણી સંસ્કૃતિ પ્રત્યે આદર અને ભક્તિ વધે, પ્રેમથી, સમજ થી આપણે વૈદિક વિચારો નું મૂલ્ય સમજવાનો પ્રયત્ન કરીએ.
આપણે જૈવિક અને અજૈવિક કચરો જુદો રાખીએ, જૈવિક કચરો એ કાચું સોનુ છે અઢળક જૈવિક કચરો, સાવ નકામો જાય છે. એનો યોગ્ય વિકલ્પ વિચારીએ.
પ્લાસ્ટિક નો આડેધડ વપરાશ બન્ધ કરીને જ્યાં ત્યાં પ્લાસ્ટિક ન ફેકતા, કોઈપણ વસ્તુ લેવા જઈએ, કાપડની થેલી નો ઉપયોગ કરીએ.
જે જમાના માં કદાચ, શીતળા રોગ સામે રક્ષણ મેળવવા માટે શીતળા માં ની પૂજા ચાલુ થઈ હશે જેવી રીતે વૈભવ મેળવવા, વૈભવ લક્ષ્મી દશા સુધારવા દશા માં કે સુખ મેળવવા સંતોષી માં પૂજવાની શરૂઆત થઈ હશે. તેવી રીતે પ્લાસ્ટિક થી ઉભો થતો ભય, કેન્સર, સ્કિન ડીસીઝ, અસ્થમા,.. આપણી ખેતી લાયક જમીન બંજર બનાવે છે..
આ બધાથી બચવા, મજાક માં કહું તો , ‘”જય પ્લાસ્ટિક માં ” પ્લાસ્ટિક માતા નું પૂજન કરીએ પ્રસાદ માં કપડાંની થેલીઓ નું વિતરણ કરીએ અને કચરા નો યોગ્ય નીકાલ કરી ને સ્વચ્છતા જાળવીએ, આરોગ્ય સાચવીએ.
ગુજ્જુવાણી ની વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
લેખક: પટેલ દક્ષા આર.
જો તમને આ વાત ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.