પૉશ કિચન
સાભાર – શ્રી. અનિમેશ મહેતા; લેખક – અજ્ઞાત
રીમાએ આજ કિચન માટે બધા જુના વાસણ બહાર કાઢ્યા. જુના ડબ્બા, પ્લાસ્ટિક ના ડબ્બા ,જુની વાટકા ઓ , થાળીઓ બધું એટલું જૂનું થઈ ગયું હતું
બધું એક ખૂણામાં મૂક્યું અને નવા લાવેલા વાસણ સરસ ગોઠવાયા હવે એનું કિચન એકદમ પોશ દેખાતું હતું.
હવે આ જૂનો સામાન ભંગાર વાળાને આપ્યું કે કામ ખતમ…..
એટલામાં કામવાળી સખુ આવી .છેડો ખોસીને લાદી લૂછવા જાય ત્યાં એની નજર ખૂણામાં ગઈ બાપ રે આજે એટલા બધા વાસણ ઘસવામાં કાઢ્યા છે? જરા ત્રસિક ચહેરો કરીને એણે કીધું.
રીમા બોલી અરે નહીં રે ભંગાર વાળાને આપવાના છે આ બધા વાસણ. શકુ એ એ સાંભળ્યું અને એની આંખ એક આશાથી ચમકી બોલી ,” તાઈ તુમચી હરકત નસેલ તર હે એક ટોપ મી ઘેઉ કાય?”
(સકુ ના આંખ સામે એનો તળીયો ઘસાઈ ગયેલ ટોપ અને કિનારી તૂટી ગયેલો ટોપ આવી ગયો)
રીમા બોલી, અરે એક શું બધાજ લઈ જા.એટલોજ મારો પસારો ઓછો થશે.
બધું??? શકું ની આંખો પહોળી થઇ ગઈ. એને તો જાણે અલીબાબા ની ગુફા મળી ગઈ.
એણે ફટાફટ બધું કામ કરી લીધું .પછી બધા વાસણ ડબ્બા વાટકા બધું થેલીમાં ભર્યું. એકદમ આનંદ માં ઘરે જવા નીકળી આજે જાણે એને ચાર પગ આવી ગયા હતા ઘરે આવતાં જ એણે પાણી પણ પીધા વગર
જૂનું તુટેલુ ટોપ ,વાંકોચૂકો ચમચો બધુ એક ખૂણામાં જમા કર્યું. અને સાથે લાવેલ ખજાનો સરસ ગોઠવ્યો. આજ તેના એક રૂમના ઘરનું કિચન એકદમ પોશ દેખાતું હતું.
પછી એની નજર પોતાના જૂના વાસણો પર પડી.અને એ પોતાના સાથે બોલી ક હવે આ બધું ભંગાર વાળા ને આપુ એટલે થઈ ગયું કામ…
એટલામાં એક ભિખારણ પાણી માંગતી દરવાજા માં ઉભી રહી “માય પાણી આપ”
સકુ એના હાથ માં પાણી નાખે ત્યાં તો એની નજર ઘસાઈ ને પાતળા થઈ ગયેલા ટોપ પર પડી. એણે એના પાણી નાખીને પેલી ભિખારણ ને આપ્યું. પાણી પીને પેલી તૃપ્ત થઈ ગઈ.અને વાસણ પાછું આપવા ગઈ. તો સકુ બોલી કે ફેકી દે એને.
પેલી ભિખારણ બોલી, તને નથી જોઈતું? તો હું લઉં?
સકુ બોલી, લઈ જા ને અને આ બાકી બધા પણ લઈ જા.એમ કહીને એણે બધો ભંગાર એની ઝોળી માં ઠાલવ્યો.
એ ભિખારણ એકદમ ખુશ થઈ ગઈ. પાણી માટે વાસણ, ભાત ,દાળ ,શાક મળશે તો અલગ અલગ વાસણ માં લઇ ને ખવાશે.અને ચમચા થી ખાવું હશે તો એક ચમચો પણ હતો.
આજે એની ફાટેલી ઝોળી એકદમ પોશ દેખાતી હતી
પોશ આ શબ્દ ની વ્યાખ્યા
સુખ શેમાં માનવું એ જેના તેના પરિસ્થિતિ ઉપર આધાર છે