સોરી – હરેશ ભટ્ટ
ગોપાલ અને મંજરી એમના ખાસ મિત્ર જૈનેશ ને ઘેર મળવા ગયેલા લગભગ એક કલાક બેઠા જૈનેશ અને તેની પત્ની જયા એ પૂરી આગતા સ્વાગતા કરી પણ ગોપાલ અને મંજરીને એમના ઘેરથી નીકળ્યા પછી લાગ્યું કે કંઈક ગરબડ છે , જોકે બંને શાંત હતા પણ બંનેના મનમાં વિચાર તો આજ ચાલતા હતા. ગોપાલ શાંતિથી વિચારોમાં કાર ચલાવતો હતો રસ્તામાં મંજરીને એક વસ્તુ લેવાની હતી એ લેવા ઉતરી તોય ગોપાલ તો વિચારોમાં જ બેઠો હતો. મંજરી આવી અને બંને પાછા ઘર તરફ રવાના થયા. ઘેર પહોંચી ગોપાલ તો કપડા બદલી ડ્રોઈંગ રૂમમાં બેઠો અને પછી મંજરી પણ આવી એ પણ બેથી બાજુમાં અને અચાનક મંજરી બોલી કે “વીસ વર્ષના લગ્નજીવન પછી આજે પહેલી વાર એવું ના લાગ્યું કે જૈનેશ જયાના લગ્નજીવનમાં કંઈક તકલીફ ઉભી થઇ છે?
તમે પણ એ જ વિચારો છો ને?” ગોપાલ કહે “એ જ વિચારું છું આપણને મેળવનાર, પ્રેમના પાઠ શીખવનાર, લગ્નજીવન શું છે? કેમ જીવાય , કેમ સંપીને રહેવાય એ બધું શીખવાડનાર અને ક્યારેય અલગ ના બેસનાર અને એક બીજાના સૂરમાં સૂર પુરાવનાર આ દંપતી આજે સામ સામે દુર બેઠું હતું એક બીજાથી અલગ વળી પાછું એક બીજાની સામે પણ નહોતા જોતા નહિ તો દરેક વાતમાં બોલ્યા પછી ‘શું કહે છે જૈનુ અથવા શું કહે છે જયુ?’ એવું તો આવે જ એ પણ ના આવ્યું સાલું કૈંક તો છે જ.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
ગોપાલ અને મંજરી , જૈનેશ અને જયા વર્ષો જુના મિત્રો જોકે ગોપાલ અને જૈનેશ તો બાળ સખા સાથે ભણ્યા છેક કોલેજ સુધી જૈનેશ તો સંજોગ વસાત આગળ ના ભણી શક્યો પણ ગોપાલ વધુ ભણ્યો અને પ્રોફેસર થયો જૈનેશ બેંકમાં લાગી ગયો. જૈનેશે બેંકમાં નોકરી મળ્યા પછી બેન્કની પરીક્ષાઓ આપી અને ઝડપથી ઓફિસર થઇ ગયો બદલીઓ પણ ઘણી થઇ અને પછી વતનમાં સ્થાઈ થયો.જૈનેશ ના લગ્ન એના માબાપની પસંદગીના હતા એ પ્રેમલગ્ન નહોતા પણ લગ્ન પછીનો પ્રેમ વસંતમાં ફૂલો અને હરિયાળી ખીલે એમ ખીલ્યો બંને વચ્ચે સમજણ ગજબની . કોઈ દિવસ રિસામણા મનામણા ના થાય અને જો ક્યારેક થાય તો શયન ખંડમાં જાય એટલે સમાધાન થઇ જાય. આમને બે બાળકો મોટો દીકરો હતો જેનું નામ જયા ના નામ પર રાખેલું જયેશ અને એના પછી બે વર્ષે આવી દીકરી જેનું નામ જૈનેશના નામ પરથી રાખેલું જેનીશ.
જયાની ખાસ સખી એટલે મંજરી જેમ ગોપાલ અને જૈનેશ સાથે ભણેલા એમ જ જયા અને મંજરી સાથે ભણેલા મંજરી અવારનવાર આ લોકોને ઘેર આવે અને ગોપાલ પણ આવે આમાં ગોપાલ અને મંજરી ના નેણ મળી ગયેલા અને દિલ પણ મળી ગયેલા પછી તો એવું થવા માંડેલું કે એ લોકો બારોબાર નક્કી કરી લે કે આ દિવસે જૈનેશ જયાને ત્યાં મળશું અને મળે જોકે આ ચક્કરની જૈનેશ જયાને ખબર નાં પડે પણ એક બે વાર એવું થયું કે મંજરી આવી ગઈ હોય અને ગોપાલ ના આવ્યો હોય તો એનાથી પૂછી લેવાય કે જીજાજી તમારા મિત્ર નથી આવ્યા? અને ક્યારેક ગોપાલ આવી જાય અને મંજરી ના આવી હોય ત્યારે ગોપાલ પૂછે ભાભી તમારી બહેનપણી નથી આવી? અને એ લોકો મળે એટલે આવકાર આ લોકો જુવે એ નજરો અને સ્મિત જોઈ જૈનેશ જયાને લાગ્યું કે કાંઈક રંધાઈ રહ્યું છે. એક દિવસ આ બંને આવ્યા ત્યારે જૈનેશ જયાએ કહ્યું કે તમારા માતા પિતાને વાત કરી તમારું નક્કી કરી નાખીએ તો ય નાટક કરે “ના ના એએએવું કકઈ નથી ” ત્યારે જયા બોલી તમે જે રીતે બોલો છો એ પરથી જ લાગે છે કે કંઈક છે જ તો હવે દોણી ના સંતાડો નહીતો રહેશો એક બીજા વગરના. બસ પછી ગોઠવાઈ ગયું અને પ્રેમ કેમ વધારવો , જાળવવો એ પાઠ ગોપાલ મંજરીને જૈનેશ જયાએ શીખવ્યા.
આપણે મૂળ વાત પર જ આવીએ કે ગોપાલ અને મંજરીને જે લાગ્યું કે આપણને પ્રેમ શું અને કેમ ટકાવી રાખવો અને લગ્ન જીવન એટલે પરસ્પરના સહયોગ, સમજુતી અને સમાધાન ભાવ સાથે જીવવાનું જીવન એટલે સફળ લગ્નજીવન એવા પાઠ શીખવાડનાર આ દંપતી જૈનેશ અને જયાના લગ્નજીવનમાં કાંઈક તિરાડ પડી હોય એવું વર્તન હતું. મંજરીએ કહ્યું કે “ગોપાલ આપણે જો જાણવું હોય તો એમના સંતાનો જેનીશ અને જયેશને પૂછવું પડે” આ વાક્ય હજી મંજરી બોલી અને ફોન ની ઘંટડી વાગી ગોપાલે ઉપાડ્યો અને એ ફોન જેનીશનો જ હતો. જેનીશે કહ્યું કે કાકા મારે અને જયેશને તમને મળવા આવવું છે તમે ને મંજરી કાકી ફ્રી હોવ તો , ગોપાલ કહે બેટા આવો જ અમે પણ તમને મળવા માગીએ છીએ કારણ કે અમને આજે એવું લાગ્યું કે તારા મમ્મી પપ્પા વચ્ચે કંઈક અબોલા જેવું છે. એ જ વખતે તરત જેનીશ બોલી કે કાકા અમારે એ માટે જ મળવું છે કારણ કે તમે બંને મમ્મી પપ્પા ના બેસ્ટ ફ્રેન્ડ છો અને તમે એ લોકોને સારી રીતે જાણો છો અને તમે જ ઉકેલ લાવી શકશો. ગોપાલે આવવા કહી દીધું અને બંને બાળકો પહોંચી ગયા.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
મંજરીએ પહેલા પૂછ્યું કે “આ શું છે? કેમ એ લોકો નથી બોલતા? આમ તો બંને બધું જ જતું કરવાની ભાવના વાળા છે , બંનેનો પ્રેમ પણ અદભુત છે એમના તો દાખલા લેવાય છે અરે અમે પણ એમના સૂચનો ને હિસાબે સુખી છીએ તો આમને આવું કેમ? અને ક્યારથી છે? “
તો જેનીશ કહે ” કાકી આ ત્રણ મહિનાથી ચાલે છે, શરૂઆતમાં તો નહોતા બોલતા ત્યાં બરોબર હતું પછી તો એવું થયું કે બંને એક રૂમમાં સાથે સુવાનું પણ બંધ કરી દીધું પપ્પા મારા રૂમમાં સુવા આવી ગયા અને ભાઈ મમ્મીના રૂમમાં સુવા માંડ્યો “
ત્યાં જયેશ બોલ્યો “કાકા મેં લગભગ રોજ મમ્મીને રોતી જોઈ છે રાત્રે સુતી હોય ત્યારે મમ્મીનો રોવાનો અવાજ આવે જ ક્યારેક તો એ ઉભી થાય અને જેનીશના રૂમમાં જઈ પપ્પા સુતા હોય એ જોઈ આવે ક્યારેક ઓઢાડી આવે “
તો જેનીશ કહે “હા મેં પણ મમ્મીને આવતા જોએલી ઘણી વાર અને ક્યારેક પપ્પાને પણ ઉભા થઇ મમ્મીને જોવા જતા જોયા છે , કાકી આમ એક બીજા વગર રહી નથી શકતા અને આમ બોલતા નથી , આ થવાનું કારણ તો અમને પણ ખબર નથી પણ એક વાત ખબર છે કે છેલ્લે બંને કહેતા હતા એક બીજાને કે “માફી તારે માગવાની , કહી દે સોરી , પેલા કહે સોરી તારે કહેવાનું છે ભૂલ તારી છે તારે આવું કહેવાય જ કેમ? મારી સાથે વાત નહિ કરવાની તો બીજું કહે નહિ કરું તારે પણ જો સોરી ના કહેવું હોય તો મારી સાથે વાત નહિ કરવાની “
કાકા આમને આમ ત્રણ મહિના વીતી ગયા ગઈ કાલે તો મમ્મી પપ્પાને સંભળાય એમ બોલી કે ના ફાવતું હોય એવા પતિ પત્નીએ છુટા જ પડી જવું જોઈએ , કાકા વાત છુટા છેડા સુધી આવી ગઈ છે કંઈક કરો” આટલું બોલી બંને બાળકો ઢીલા થઇ ગયા જેનીસની આંખમાં તો આંસુ આવી ગયા અને બોલી “મારા મમ્મી પપ્પા જેવો પ્રેમ તો કોઈનો ના હોય અને આવું કેમ થાય?” મંજરી બાળકો પાસે ગઈ અને બંનેના વાંસે હાથ ફેરવી કહ્યું બધું સારું થઇ જશે આ કહે છે પણ છુટા ના પડે” ગોપાલ કહે “આમ તો બોલવું ના જોઈએ પણ મને એમ થાય છે કે બેમાંથી એક માંદુ પડે તો બધું સરખું થઇ જાય મેં ભૂતકાળમાં જોયું છે કે જૈનેશ માંડો પડે તો જયા બહુ જ દયાન રાખે અને બે દિવસમાં એ પણ માંડી પડે પછી બંને એક બીજાને યાદ રાખી દવાઓ આપે “તે દવા ખાધી ? સમય થઇ ગયો— ના પણ તારેય સમય થઇ ગયો” આમ થાય એટલે જો હવે એક માંદુ પડે તો બીજું બે દિવસમાં માંદુ થશે જ પછી બંને એક બીજાની સંભાળ લેતા બોલતા થઇ જશે.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
આ ઘટના બની જ જયાને અસાંગળા નો તાવ આવ્યો એ સવારે ઉભી ના થઇ , જૈનેશ ડાઈનીંગ ટેબલ પર ચ્હા પીવા બેઠો હતો અને જયેશ બહાર આવ્યો અને જેનીશને કહ્યું કે જેની મમ્મીને તાવ છે ચ્હા અંદર આપી આવ , આ બોલી બંને ભાઈ બહેને આડી નજરે પપ્પા સામે જોયું તો પપ્પા મમ્મીના રૂમ તરફ જોતા હતા ચહેરા પર ચિંતા ઉપસી આવી પણ બોલે શું? અને ત્યાં જાય કેમ? બીજા દિવસે જૈનેશને તાવ આવ્યો એય સુતો હતો અને હવે બંનેની સેવા બાળકો કરે, જૈનેશ કે જયા એક બીજાની માંદગી માટે વ્યથિત હોય પણ બાળકોને પૂછે નહિ કે કેમ છે તારી મા ને કે તારા પપ્પાને, બંને છુપી રીતે જોઈ લે કે દવા લે છેને?
આ પ્રેમીઓની અકળામણ બાળકો જોતા હતા એ લોકોએ મંજરી ગોપાલ ને કહ્યું કે મમ્મી પપ્પા બેય બીમાર છે , તો અજુગતું લાગે પણ ગોપાલ બોલ્યો “સરસ હવે ચિંતા નહિ” ત્રીજી રાત્રે જૈનેશ અને જયા બંને વ્યાકુળ હતા પ્રેમીઓનું એવું જ હોય વિચારો સરખા અને સાથે જ આવે , કોણ જાણે કેમ પણ બાળકો પણ બંધ આંખે જાગતા હતા , બંને એ પોત પોતાના રૂમમાંથી મમ્મી અને પપ્પાને ઉભા થઇ બહાર જતા જોયા , બંને બાળકો જોવા માંડ્યા જૈનેશ અને જય પોત પોતાના રૂમમાંથી બહાર નીકળી પેસેજમાં સામ સામે આવ્યા અને સાથે જ બોલ્યા “સોરી” અને રડીને ભેટી પડ્યા એટલું જ નહિ બંનેના પોતાના બેડરૂમ તરફ ગયા અને જયેશ બહેનના રૂમમાં આવ્યો ખુશ થતો બંને એ તાલી આપી અને રાત્રે બે વાગ્યા હશે તોય ગોપાલ મંજરીને ફોન કરી કહ્યું કે બંને રહી ના શક્ય સાથે ઉભા થઇ બહાર નીકળ્યા અને સાથે જ એક બીજાને સોરી કહ્યું.
ગોપાલ કહે વાહ , સાચા પ્રેમીઓ લાંબો સમય અળગા રહી જ ના શકે અને એમાય આ બે? હવે આપણે કહીશું એમને સોરી કે આપણે ઇચ્છતા હતા કે માંદા પડે. બીજા દિવસે ગોપાલ મંજરી મળવા ગયા ત્યારે જૈનેશ જયાએ કહ્યું સોરી અને બધા હસ્યા. દંપતીઓએ આવો પ્રેમ કેળવવો જોઈએ તો સુખી સંસાર રહે.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
લેખક: હરેશ ભટ્ટ
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.