કંકોત્રી (વ્યથા એક દીકરીની) – મકવાણા રાહુલ.એચ
જાડેજા પરિવારનાં દરેક સભ્યો ચિંતાતુર થઈને બેઠેલા હતાં, નાના મોટા બધાંના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટપણે જોઈ શકાતી હતી, જાડેજા પરિવારના હેડ રવીન્દ્રસિંહ પોતાના બને હાથ કપાળ પર ફેરવી રહ્યા હતાં, કોઇ એકબીજા સાથે કાંઈ વાત પણ કરી રહ્યાં ન હતાં. રવીન્દ્રસિંહના પત્ની સરોજબાની આંખોમાંથી શ્રાવણ– ભાદરવો વહી રહ્યો હતો……
બીજી બાજુએ ઘરની બહાર આવેલા વિશાળ પ્લોટમાં જાજરમાન મંડપ બાંધેલ હતો, જેવી રીતે એક ભારે વંટોળ પછી જેવી એકદમ નીરવ શાંતિ છવાય જાય તેવી શાંતિ આખા મંડપમાં છવાય ગઈ હતી.
બધાં આમંત્રિત મહેમાનો જાડેજા પરિવાર વિશે જે મનમાં આવે તેવું બોલતા હતાં, કારણ કે રવીન્દ્રસિંહની પુત્રી સેજલબા લગ્ન મંડપમાં આવવાનું મુર્હુત આવે તે પહેલાં જ ઘરના કોઈપણ સભ્યને કહ્યા વગર જ જતાં રહ્યાં હતાં.
આ બનાવ બન્યા પછી રવીન્દ્રસિંહના ગાલ પર કોઈ વ્યક્તિએ જોરદાર તમાચો માર્યો હોય તેના કરતાં પણ વધારે દર્દ કે દુઃખ થઈ રહ્યું હતું, અને સ્વાભાવિક જ છે કે રવીન્દ્રસિંહની જગ્યા કોઈપણ પિતાની દીકરી લગ્નમંડપ માંથી ભાગી જાય કે જતી રહે એનાથી મોટી કોઈ હાર કે અપમાન ના હોય શકે.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
આ બાજુ રવીન્દ્રસિંહ પોતે હિંમત એકઠી કરીને સોફા પરથી ઉભા થયાં, અને બહાર મંડપમાં બેસેલા બધા આમંત્રિત મહેમાનો અને વરપક્ષ સામે આંખમાં આંસુ સાથે, બે હાથ જોડીને વિનંતી કરતાં જણાવ્યું કે.
“મહેરબાની કરીને ! મને માફ કરશો, હું તમારો સમય બગાડવા માટે દિલગીર છું.” – આંખમાં આસું સાથે રવીન્દ્રસિંહ હળવા અવાજમાં બોલ્યા.
“પણ ! અમને થોડુક સમજાય એવી રીતે વ્યવસ્થિત સમજાવશો.” – વરપક્ષનાં એક વડીલે ઉભા થઈને કહ્યું.
“હા ! હું એ જ તમને જણાવવા માટે અહીં આવ્યો છું, હું કદાચ આ પૃથ્વી પરનો સૌથી કમનસીબ બાપ હોઈશ કે જેને પોતાની દીકરી હોવા છતાં પણ પોતાના નસીબમાં કન્યાદાન કરવાનું સૌભાગ્ય નહીં લખ્યું હશે.”
“એટલે? તમે કહેવા શું માંગો છો?” – વરરાજાના કાકાએ થોડાક ઉગ્ર અવાજમાં પૂછ્યું.
“જી ! મારી દીકરી સેજલ, અમને કોઈને કંઇપણ જાણ કર્યા વગર જ લગ્ન પહેલા જ જતી રહી છે.” – રવીન્દ્રસિંહ તૂટતા અવાજમાં બોલ્યા.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
“બાપુ ! હવે રડવાનો કે દુઃખી થવાનો કોઈ જ મતલબ નથી, જે થવાનું હતું તે થઈ ગયું.” – વરરાજાના પિતાએ રવીન્દ્રસિંહના ખભા પર હાથ મુકતા કહ્યું.
“હા ! તમારી વાત પણ સાચી છે, આમાં ભુલ સેજલની નહીં પરંતુ ભુલ મારી છે, તેની પરવરીશ કરવામાં, કયાંક તો કંઈક કચાસ રહી ગઈ હશે અમારા પ્રેમમાં નહી તો એ અમને એક જ ક્ષણમાં સાવ આવી રીતે નિરાધાર બનાવીને ક્યારેય ન ગઈ હોત.” – પોતાની વ્યથા જણાવતાં રવીન્દ્રસિંહે જણાવ્યું.
“હશે હવે !”
“જય માતાજી” – આટલું બોલી વરપક્ષવાળા અને તેના આમંત્રિત મહેમાનો રવીન્દ્રસિંહની રજા લઈને ચાલવા લાગ્યાં.
ધીમે – ધીમે માત્ર એક જ કલાક પહેલાં જે આંગણું ખુશીઓના કલરવ, લગ્નગીતો, શરણાઈ અને બેન્ડબાજાથી ગુંજી રહ્યું હતું તે એકાએક ચિંતા, ડર અને દુઃખના માહોલમાં ફેરવાઈ ગયુ.
**********************************************************
રવીન્દ્રસિંહના જામજોધપુરના મહારાજના વંશજ હતાં, ખુમારી, હિંમત અને બહાદુરી તેને વારસામાં જ મળેલ હતી, આ બધાંની સાથે રવીન્દ્રસિંહ પોતાના શહેરના નામાંકિત ઉદ્યોગપતિ પણ હતાં.
જામજોધપુરમાં રવીન્દ્રસિંહને પોતાની બે આલીશાન હોટલ, બે સ્કૂલો, એક હોસ્પિટલ અને ત્રણ ફાર્મ હાઉસ અને પાંચ કંપનીઓ પણ હતી.
રવીન્દ્રસિંહના પોતાના પરિવારજનોના આગ્રહને કારણે માત્ર 22 વર્ષની ઉંમરમાં જ સરોજબા સાથે લગ્ન થઈ ગયા હતાં, હજુ તો તે પોતાના પિતાનો બિઝનેસમાં ઝંપ લાવે એ પહેલાં લગ્ન થવાથી રવીન્દ્રસિંહને નાની ઉંમરમાં જ બિઝનેસ અને પોતાના ફેમેલીની સામાજિક જવાબદારી આવી ગઈ.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
પરંતુ કહેવાય છે કે હીરાને જેટલો ધસીએ એટલો ઉજ્વળ થાય, આવું રવીન્દ્રસિંહની બાબતમાં એકદમ સાચું બન્યું, થોડાક જ સમયમાં રવીન્દ્રસિંહ પોતાના પિતાનો બિઝનેસ પણ સારી રીતે સંભાળી લીધો અને સાથે સાથે પોતાનાં પરિવારની જવાબદારી પણ સાંભળી લીધી.
લગ્નનાં સાત વર્ષ વીતવા છતાંપણ સરોજબાને પ્રેગ્નન્સી રહેતી હતી નહિ, ઘણી દવા કરી, ઘણાં નિષ્ણાંતોને બતાવ્યું બધું જ વ્યર્થ ગયું, પરંતુ મિત્રો કહેવાય છે કે જયાં દવા કામ નહીં આવતી ત્યાં દુવા કામ આવે છે.
આથી રવીન્દ્રસિંહ અને તેના પરિવારે પોતાના કુળદેવીની માનતા માની, કુળદેવીની માનતા અને રવીન્દ્રસિંહએ જાણતા અજાણતા ગરીબ માણસોને કરેલી મદદની દુવાના કારણે સરોજબાનો એક મહિના બાદ પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો. આ સાંભળતા જ આખા ઘરમાં ફરી પાછું આનંદ અને ખુશીઓનું વાતાવરણ છવાઈ ગયું.
નવ મહિના બાદ, રવીન્દ્રસિંહના ઘરે લક્ષ્મી જેવી દિકરીનો જન્મ થયો, આખા પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું……..ત્યારબાદ દીકરીનું નામ સેજલ રાખ્યું, પોતાના પરિવારમાં એક જ છોકરી હોવાથી સેજલ બધા માટે ખૂબ જ વ્હાલી બની ગઇ.
********************************************************
સેજલના લગ્નનાં પાંચ વર્ષ પહેલાં રવીન્દ્રસિંહ જામજોધપુરની નજીક આવેલા પોતાના એક સગાને ઘરે સામાજિક કામ હોવાથી પોતાના ઘરેથી સવારે 8 કલાકની આસપાસ પોતાના ડ્રાઇવર ને લઈ હોન્ડાસિટી કારમાં નીકળ્યાં, જામજોધપુર થી લગભગ ચાલીસ કી.મી જેટલુ આગળ વધતાં એકાએક રવીન્દ્રસિંહની કાર ધડાકાભેર એક ટ્રક સાથે અથડાય, કાર અચાનક જ ટ્રક સાથે અથડાવવાથી ડ્રાઇવરે કાર પરનો કન્ટ્રોલ ગુમાવી દીધો, અને કાર ઢસડાયને રોડની નજીક આવેલ ખીણ તરફ આગળ વધવા લાગી આથી રવીન્દ્રસિંહે પોતાનો જીવ બચાવવામાં સફળ થયાં પરંતુ કમનસીબે પેલા ડ્રાઇવરનો જીવ બચાવી ના શક્યાં, ત્યારબાદ રવીન્દ્રસિંહ ખીણમાં રહેલ વૃક્ષની ડાળખી પકડીને લટકી રહ્યા અને મદદ માટે બુમો પાડતાં રહ્યાં.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
બરાબર એ જ સમયે એક 20 વર્ષની આસપાસની ઉંમરનો એક યુવાન પોતાની બાઇક લઈને ત્યાંથી પસાર થયો, તેના કાને રવીન્દ્રસિંહનો અવાજ પડ્યો, આથી કોઈ મુસીબતમાં હશે એવું વિચારીને તરત જ મદદ કરવા દોડી ગયો, ત્યાં પહોંચતા જ પેલા યુવાનને આખી ઘટનાનો ખ્યાલ આવી ગયો, આથી તેણે બાજુના વડાલમાંથી મજબૂત વડવાયું કાપીને એકદમ મજબૂત ગાંઠ મારીને રવીન્દ્રસિંહ તરફ ફેંક્યુ, અને મહામહેનતે રવીન્દ્રસિંહનો જીવ બચાવ્યો.
રવીન્દ્રસિંહ પેલા યુવકનો હૃદયપૂર્વક આભાર માનતા કહ્યું કે ..
બેટા ! તારૂ નામ શું છે ?”
“જી ! મારૂ નામ તેજસ છે, અને હું બાજુનાં ગામડામાં રહું છું.”
“મને ઓળખે છો ?” – રવીન્દ્રસિંહે ગર્વ સાથે પેલા યુવાનને પૂછ્યું.
“સાહેબ ! અમે તો નાના ગામનાં લોકો છીએ, અમે તો માંડ અમારા ગામનાં લોકોને ઓળખાતા હોઈએ છીએ.”
“ઓકે ! કંઈ વાંધો નહી.” – આટલું બોલી રવીન્દ્રસિંહ પોતાના પર્સમાંથી પોતાનું વિઝીટિંગ કાર્ડ કાઢી તેજસને આપતાં કહયુ કે
“તું અથવા તારો પરિવાર જ્યારે કોઈ મુસીબતમાં હોવ ત્યારે મને આ નંબર પર કોલ કરજે હું તમારી ચોક્કસ મદદ કરીશ.”
“જી ! સાહેબ…..હવે મારે કોલેજ પહોંચવામાં થોડું મોડું થાય છે તો હું જાવ.?”
“હા ! ચોક્કસ”
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
આ સાંભળી તેજસ પોતાની બાઇકની કિક મારી પોતાની કોલેજ તરફના રસ્તા પર ચડી ગયો, રવીન્દ્રસિંહ વિચારી રહ્યા હતાં કે આ યુવક કેટલો સંસ્કારી હતો, પોતે મારો જીવ બચાવ્યો હોવા છતાંપણ તેનાં ચહેરા પર અભિમાન દેખાતું હતું જ નહિ, મારો જીવ બચાવવા તેણે પોતાનો જીવ જોખમમાં મુક્યો,ધન્ય છે આવા યુવાનને અને આવા યુવાનને જન્મ આપનાર માતા–પિતા ખરેખર ધન્યતાને લાયક છે, યુવાન કોણ હતું એ રવીન્દ્રસિંહને ખ્યાલ ન આવ્યો પરંતુ હાલ તો તે રવીન્દ્રસિંહ માટે ભગવાન સમાન હતો.
********************************************************
સમય : સવારનાં 8 કલાક
સ્થળ : રવીન્દ્રસિંહનું ઘર
ઘરનાં બધા જ સભ્યો પોત– પોતાનાં કામમાં વ્યસ્ત હતાં, એવામાં અચાનક રવીન્દ્રસિંહનો મોબાઈલ રણક્યો. રવીન્દ્રસિંહ પૂજા કરી રહ્યા હતાં, આથી તેનો કોલ સરોજબેને રિસીવ કર્યો અને બોલ્યાં.
“હેલ્લો ! કોણ ?”
“હેલ્લો ! મમમ….મમ..મમ..મમ્મી…હું તમારી ઢીંગલી.” – સેજલ થોડુંક ખચકાતા અવાજમાં બોલી.
“હવે ! શાં માટે ફોન કર્યો?” – સરોજબેન થોડાક કડક થતા અવાજમાં બોલ્યા.
“મમ્મી ! મને તમારા બધાંની ખુબ જ યાદ આવે છે, મારે તમને બધાને મળવું છે….” – સેજલ ફોન પર રડતા – રડતાં બોલી.
આટલું સાંભળી સરોજબેનનું મમતા ભરેલ હૃદય પીગળી ગયું અને એ પણ રડવા લાગ્યાં અને બોલ્યાં.
“મારી દીકરી ! તું તો મારો જીવ હતી તું જ્યારથી કોઈને કહ્યાં વગર ઘર છોડીને જતી રહી છો… ત્યારથી આપણાં ઘરમાંથી જીવ જતો રહ્યો હોય તેમ એકદમ ચેતનાવિહીન લાગી રહ્યું છે.”
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
“તો ! પછી તે કેમ કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરતી હોય એમ મને પૂછ્યું કે “ હવે ! શાં માટે ફોન કર્યો એવું…?”
“બેટા ! એ તો તારા પપ્પાનું ધ્યાન મારા તરફ હતું એટલે મારે એવું બોલવું પડ્યું.” – સરોજબેને શાંતિપૂર્વક સેજલને સમજાવતા કહ્યું.
“મમ્મી ! તારી લાડલી દિકરીનું એક કામ કરીશ..?”
“હા ! બોલ બેટા…! મમ્મી મારી એકવાર પપ્પા સાથે વાત કરાવને પ્લીઝ….મારે પપ્પાના મોઢેથી “મારી સિંહણ” એવું સાંભળવું છે, આવું નથી સાંભળ્યું એનો જાણે એક જમાનો વીતી ગયો હોય એવું લાગી રહ્યું છે.” – આટલું બોલતાની સાથે જ સેજલ ધ્રુસકે – ધ્રૂસકે રડવા લાગી.
“બસ ! કર મારી દીકરી….હવે…હું વાત કરવું છું, તારી તારા પપ્પા સાથે….!”
“મમ્મી ! પણ પપ્પા મારી સાથે વાત કરશે ખરા….એતો કહેતા હતા કે સેજલ મારા માટે સદાય માટે મરી ગઈ છે.”
“હું પ્રયત્ન કરું બેટા…! આખરે એ પણ એક બાપ જ છે..! પોતાના કાળજાના ટુકડા સમાન દિકરીથી દુનિયાનો કયો બાપ વધારે સમય સુધી નારાજ રહી શકે…!” – પોતાના આંસુ લૂછતાં – લૂછતાં સરોજબા બોલ્યા.
એવામાં રવીન્દ્રસિંહ સરોજબાની પાસે આવ્યો અને પૂછ્યું.
“કોનો ફોન કોલ છે….?”
“જી ! સે…..જ….જ….લ…..!…” – સરોજબા થોડુંક ખચકાતા – ખચકાતા બોલ્યાં.
આટલું સાંભળતાની સાથે જ રવીન્દ્રસિંહ ગુસ્સાથી લાલચોળ થતાં બોલ્યા,
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
“હવે ! એને શું બાકી રહી ગયું છે આપણને બદનામ કરવામાં ..?…મેં તને પણ કેટલીવાર સમજાવ્યું છે કે સેજલ આપણા માટે કાયમિક માટે મરી ગઈ છે…..અને તું પણ મહેરબાની કરીને એની સાથે વાત ના કરીશ…જો તારા એની સાથે વાત કરવી હોય તો મારી સાથે વાત કરતી નહિ..!..”
“તમારી વાત સાચી છે, હું તમારો ગુસ્સા વિશે પણ જાણું છું…પરંતુ સેજલ બીજું કોઈ નહીં આપણી એકની એક લાડલી દીકરી છે…“છોરૂ કછોરૂ થાય, માવતર કમાવતાર ના થાય” ….! તમે માત્ર એકવાર એની સાથે વાત કરી લો ત્યારબાદ હું ક્યારેય તમને એની સાથે વાત કરવા માટે નહી કહું.”
ગુસ્સામાં સરોજબાના હાથમાંથી મોબાઈલ લઈ રવીન્દ્રસિંહ બોલ્યા.
“હા બોલ…” – જે વ્યકિત સેજલને મારી દીકરી કે મારી સિંહણ સિવાય ના બોલાવતા હતાં એ આજે આવું બોલ્યાં આથી સેજલ રડવા લાગી.
“પપ્પા ! હું તમારા ગુસ્સા પાછળનું કારણ સમજી શકું છું, તમે તમારી જગ્યાએ સો ટકા સાચા જ છો, પણ હું મારી જગ્યાએ સાચી છું.” – સેજલ પોતાના પપ્પાને સમજાવતા બોલી.
“તું ! તારી જગ્યાએ કદાચ સાચી હોઈશ પણ તારા બાપની આબરૂ કે ઈજ્જતના ધજાગરા કરીને તું કેવી રીતે સાચી હોય શકે….? – રવીન્દ્રસિંહ હજુ પણ ગુસ્સામાં જ બોલી રહ્યા હતાં.
“પપ્પા ! હું તમને ત્રણ પ્રશ્ન પૂછું એનાં સાચા જવાબ આપશો, પલીઝ..?”
“હા ! બોલ..!”
“પપ્પા તમને મારો પાંચમો જન્મ દિવસ યાદ છે…?….જ્યારે તમે મારા માટે સાઇકલ લેવા ગયા હતા ત્યારે તમે મારા મમ્મીને ફોન કરીને પૂછ્યું હતું કે સેજલને કેવો રંગ ગમે છે..?” …..શાં માટે એવું પૂછ્યું હતું…..???”
“તને જે કલર ગમતો હોઇ એ કલરની સાઇકલ લઈ આપૂ તો તું વધુ ખુશ થા એ માટે…” – રવીન્દ્રસિંહે થોડું વિચારીને જવાબ આપ્યો.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
“ઓકે ! પપ્પા….મારા દસમાં જન્મદિવસ વખતે પણ તમે જ્યારે મારા માટે વેસ્ટર્ન ડ્રેસ લાવ્યાં હતાં એ પહેલાં પણ તમે મારા મમ્મીને મારો ફેવરિટ કલર વિશે પૂછ્યું હતું….?”
“હા” – હવે રવીન્દ્રસિંહ પાસે આ જવાબ સિવાય કઈ બાકી ના હતું.
“ઓકે ! પપ્પા મારો છેલ્લો પ્રશ્ન…“મારું કોલેજમાં એડમીશન કરાવતાં પહેલા પણ તમે મને કંઈ કોલેજ એડમિશન લેવું છે એવું પૂછ્યું હતું ને ?”
“હા ! એતો એક પિતા તરીકે દુનિયાનો દરેક પિતા કરે જ છે…જે મારી પિતા તરીકેની જવાબદારી હતી, પણ એને આની સાથે શું લેવા – દેવા છે..?” – રવીન્દ્રસિંહ થોડા નરમ પડતા બોલ્યા.
“જોવો ! પપ્પા તમે મારા માટે જે વસ્તુ પસંદ કરી કે ગિફ્ટમાં આપી કે મારા માટે જે પણ કર્યું એ મને પૂછીને અને મારી સહમતીથી કર્યું….તો મારી લાઈફનો આવડો મોટો નિર્ણય તમે જાતે જ કરીને, તમે જયાં ઈચ્છતા હતાં ત્યાં મારા લગ્ન પણ નક્કી કરી નાખ્યા, તો શું ત્યાં તમારી પિતા તરીકે જવાબદારી નહોતી કે હું એકવાર મારી દીકરીને આ લગ્ન વિશે પૂછી લઈ…..નાની નાની બાબતોમાં પોતાની પુત્રીની પસંદગીને ધ્યાનમાં રાખનાર એક બાપ આવડો મોટો થાપ કેમ ખાય જાય…..??”
“પણ ….બે….ટા…” – જાણે પોતાના કર્યા પર પસ્તાવો થતો હોય તેમ રવીન્દ્રસિંહ ખચકાતા બોલ્યાં
“મને એવું હતું કે મારી પસંદ જ મારી દીકરી માટે સર્વશ્રેષ્ઠ હશે….”
“પપ્પા ! તમે એક જ નહીં પરંતુ દુનિયામાં રહેલ દરેક દીકરીનો બાપ અહીંયા જ ભૂલ કરી જાય છે…..તમે દીકરી માટે શ્રેષ્ઠ શોધવા જાવ છો પરંતુ છોકરાનું તથા તેના પરિવારની પરિસ્થિતિ, કમાણી, આબરૂ, જાહોજલાલી, વૈભવ જોઈને અંજાય જાવ છો અને તમારી દીકરીને એવા પરિવારમાં સોંપી દો છો કે જેને પોતે ઓળખતી પણ નથી હોતી, ત્યારથી માંડીને કે દીકરી મરે ત્યાં સુધી તમારૂં અને પોતાના સસરાની આબરૂ સાચવવા માટે કેટલુ ભોગવતી હોય છે…એ ક્યારેય કોઈ દીકરી પોતાના પિતાને કહી જ શકતી નથી.” – સેજલ હવે ગર્વ સાથે બોલી રહી હતી.
“પણ ! સેજલ તે મને ક્યારેય તારા મનની વાત જણાવી જ નથી, તો હું કેવી રીતે સમજી શકું…?” – રવીન્દ્રસિંહ લાચારી પૂર્વક બોલ્યા.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
“પપ્પા ! મેં તમને મારી વાત કહેવા માટે ઘણાં પ્રયત્નો કર્યા, પરંતુ તેમાં વચ્ચે તમારી ઈજ્જત, આબરૂ અને સ્ટેટ આવતાં હતાં, મેં તમને જણાવ્યું ત્યારે તમે મને કહ્યું કે “ હું જયાં કહું ત્યાંજ તારા લગ્ન થશે…! આમછતાં મેં તમને હું જેને પ્રેમ કરતી હતી તેના વિશે જણાવવા ગઈ તો તમે એ છોકરાનું નામ પૂછ્યા પહેલા તમે મને એની જાતિ વિશે પૂછ્યું હતું….અને મેં કહ્યું કે તે ખેડૂત છે….તો તમે મને એક તમાચો મારી દીધો હતો અને કહ્યું હતું કે હવે જો એ છોકરાનું ફરી નામ લીધું છે તો હું એ છોકરાને જીવતો નહીં રહેવા દઈશ….આથી મેં મારા પ્રેમને બચાવવા માટે કાયમિક માટે મારું મોઢું બંધ કરી લીધું.”
“પણ ! બેટા….આપણાંથી.”
“બસ ! પપ્પા હવે તો છોડો આ ખોટી આબરૂ, ઈજ્જત અને સ્ટેટસની વાતો, જેણે એક બાપને તેની દીકરીથી જીવતે જીવતા અલગ કરી દીધી….અને પારકી બનાવી દીધી………પણ પપ્પા હું તમને કહ્યા વગર પણ નહીં રહી શકુ એટલે કહું છું કે કોઈપણ છોકરી પોતાને આજીવન પ્રેમ કરે, પોતાના સુખ – દુઃખમાં સાથે રહે, અને ત્રણ ટાઈમ પોતાની સાથે પ્રેમથી જમે એવો જ પતિ ઇચ્છતી હોય છે….તમે ચિંતા ના કરો એટલા માટે હું કોની સાથે રહું છું તે તમને જણાવુ છું…..આપણાં ઘરનાં મંદિરમાં મારા લગ્નની જે કંકોત્રી ભગવાન પાસે મુકેલ છે એમાં હું જેને પ્રેમ કરું છું એનો ફોટો રાખેલ છે તમે એ જોઈ લેજો અને મમ્મી અને ભાઈને પણ એ ફોટો બતાવજો જેથી એ ચિંતા ના કરે….”
“તમારો અને મમ્મીનો ખુબ ખુબ આભાર…કે જેણે પોતાની દીકરીને જીવતે જીવતી મરી ગયેલ ગણી હોવા છતાં પણ વાત કરી….” – આટલુ બોલતાની સાથે જ સેજલ જોર જોરથી ડુસકા ભરીને રડવા લાગી હવે પોતાનાથી એકપણ શબ્દ બોલાય એમ ન હોવાથી કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો.
ત્યારબાદ સેજલ પથારીમાં પડીને ખુબ જ જોર જોરથી રડવા લાગી, આમ એક રીતે પોતે હળવાશ અનુભવતિ હતી કે પોતાના મનમાં જે કઈ હતું તે સ્પષ્ટપણે પોતાના માતા– પિતાને જણાવી શકી. ખુદ સેજલ પણ હેરાન હતી કે પોતાનામાં આટલી બધી હિંમત કયાથી આવી…..? કદાચ તેનો પ્રેમ સાચો હશે એટલે આટલી હિંમત કરીને બધું પોતાના માતા પિતાને સ્પષ્ટ જણાવી શકી.
આ બાજુ રવીન્દ્રસિંહ અને સરોજબા પોતાના ઘરનાં મંદિર તરફ દોડયા, અને રવીન્દ્રસિંહે મંદિરમાંથી કંકોત્રી ઉઠાવીને આતુરતાપૂર્વક ખોલીને સેજલે કંકોત્રીમાં રાખેલ ફોટો કાઢ્યો, ફોટો જોતાંની સાથે જ રવીન્દ્રસિંહ મંદિરની સામે જ ગોઠણીયા ભરીને બેસી ગયાં અને જોર જોરથી રડવા લાગ્યાં, એક સિંહ જેવા માણસને પોતાની નાની દીકરી જિંદગીનો ખુબ જ મોટો પાઠ ભણાવી ગઈ….”
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
“શું ! થયું ? તમે શાં માટે નાના બાળકની જેમ રડો છો…? – સરોજબાએ આશ્ચર્ય અને નવાઈ સાથે રવીન્દ્રસિંહને પૂછ્યું.
“સરોજ ! મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે, સેજલ જેને પ્રેમ કરે છે એ બીજું કોઇ નહિ પરતું …..તેજસ…. છે….! કે જે મારા માટે ભગવાન સમાન છે…! ….હું અત્યારે જીવું છુ તો આ છોકરાને જ લીધે….જો આ છોકરાએ મારો જીવ ન બચાવ્યો હોત…તો મારા નામ આગળ ક્યારનું સ્વ. એવુ લાગી ગયું હોત…સેજલને મેં કહ્યું હતું કે હું જ સાચો છું પરતું એ સમયે મને મારી આબરૂ, ઈજ્જત અને સ્ટેટસ વિશેના વિચારોને લીધે હું આંધળો બની ગયો હતી પરંતુ હકીકતમાં સેજલ જ સાચી હતી…..મારી દીકરી એમ એક બુમ પાડીને જોર જોરથી રડવા લાગ્યાં.
“શુ ! વાત કરો છો ??? તમે એક નવાઈ સાથે સરોજબા એ રવીન્દ્રસિંહને પૂછતાં કહ્યું, “આપણીથી આપણી દીકરી સાથે ખૂબ જ ખોટું થઈ ગયુ છે…!”
“હા ! સરોજ, હવે હું એની પાસે કેવી રીતે માફી માગું એ મને કંઈ નહીં સમજાતું…”
“તમે ચિંતા ના કરો બધું જ સારું થઈ જશે…હું તમને કહું એમ સેજલને કહેજો.” – સરોજબા એ રવીન્દ્રસિંહના કાનમાં કઈક કહ્યું.
આથી રવીન્દ્રસિંહના પોતાનો મોબાઈલ લઈ, લાસ્ટ ઇનકમિંગ કોલ રિડાઇલ કર્યો.
સામેથી રડતાં અવાજમાં સેજલ બોલી…“હે….લો….!”
“મારી ….સિં…હ….ણ…..મને માફ કરી દે બેટા મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ..છે.” – રવીન્દ્રસિંહ માંડ આટલું રડતાં અવાજે બોલી શક્યા.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
આ સાંભળતાની સાથે સેજલ પણ ખૂબ જ જોરથી રડવા લાગી… અને બોલી….“પપ્પા ! હું તમને,મમ્મીને અને ભયલુંને ખૂબ જ યાદ કરું છું, મેં તમારી અને મમ્મી સાથે વાત કરવા માટે દિવસમાં ઘણીવાર તમારો કે મમ્મીનો નંબર ફોનબૂક માંથી કાઢતી હતી પરંતુ ક્યારે પણ નંબર ડાઈલ કરવાની મારી હિંમત ના ચાલી પરંતુ આજ સવારથી જ તમારી મને ખુબ જ યાદ આવતી હતી આથી માત્ર તમારો અને મમ્મીનો અવાજ સાંભળવા માટે જ ફોન કર્યો હતો…પરંતુ હું ખુદ પણ નથી જાણતી કે મારામાં આટલી બધી હિંમત ક્યાંથી આવી ગઈ કે મેં સ્પષ્ટપણે તમને બધું જણાવી દીધું.
“બેટા ! તું એક સિંહની દીકરી છો, તારે હિંમતની જરૂર ના પડે હિંમત તો તારા લોહીમાં જ હતી….અમને માફ કરી દે બેટા..”
આટલું બોલી, રવીન્દ્રસિંહે કહ્યું કે, “બેટા ! આજે સાંજે હું તારી મમ્મી અને તારો ભયલું તારા ઘરે આવીએ છીએ, અને હું રવીન્દ્રસિંહ તરીકે નહીં પણ મારી સિંહણના બાપ તરીકે આવીશ.”
ત્યારબાદ બધાની આંખોમાં ખુશીઓના આંસુ આવી ગયા….
“પપ્પા ! મારે હજી એક વાત જણાવવી છે કે તમે તેજસને ભલે જેવો માનતા હો પરતું તેજસે અને મેં હજુ સુધી લગ્ન નથી કર્યા કારણ કે તેજસે મને કહ્યું હતું કે, “આપણે લગ્ન કરીશું તો બંનેના પરિવારવારની રાજી– ખુશીથી ભલે તેના માટે એક…બે…ત્રણ… કે પછી પાંચ વર્ષ થાય.” અને મને લાગે છે કે હવે તે સમય આવી ગયો છે.
સેજલની આ વાત સાંભળીને રવીન્દ્રસિંહને તેજસ પ્રત્યે માન તો હતું જ કારણ કે તેણે કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર પોતાનો જીવ બચાવ્યો હતો, અને તેજસના બને પરિવારની રાજી– ખુશીથી લગ્ન કરવાની વાતે રવીન્દ્રસિંહની નજરોમાં તેજસને વધારે મહાન બનાવી દીધો…..
**********************************************************
બીજે દિવસે રવીન્દ્રસિંહ પોતાના પરિવાર સાથે સેજલના ઘરે ગયા અને બધા એ સેજલ અને તેજસની માફી માંગી, અને રવીન્દ્રસિંહએ તેજસેને હાથ જોડાતા કહ્યું કે “બેટા ! મને માફ કરી દે, અત્યાર સુધી મને એવું લાગતું હતું કે તું અને સેજલ ખોટા છો પરંતુ તમે બનેવ સાચા જ હતાં… ખોટો તો માત્ર હું જ હતો.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
તેજસે રવીન્દ્રસિંહના બને હાથ પકડીને તેમને પ્રણામ કરવાં માટે ઝુક્યો અને રવીન્દ્રસિંહ તેજસને બને ખભા પકડીને ઊંચો કરતા કહ્યું કે, “ બેટા ! તારું સ્થાન પગમાં નહીં પરંતુ અમારા હૃદયમાં છે, આટલું બોલી તેજસેને પોતાના ગળે વલગાવી દીધો.
ત્યારબાદ બને પરિવારની રાજી–ખુશીથી સેજલ અને તેજસના ધામધૂમથી લગ્ન કરાવડાવ્યા.
મિત્રો મારી આ સ્ટીરી લખવા પાછળનું એક જ ઉદેશ્ય છે કે તમે પણ તમારી આબરૂ, ઈજ્જત કે સ્ટેટ્સની બીકે રવીન્દ્રસિંહની જેમ પોતાની દીકરી સાથે ક્યાંક અન્યાય ન કરી બેસો, એક વ્યક્તિ તરીકે સફળ થવા કરતા એક સારા પિતા તરિકે જો તમે સફળ થશો તો તેનો આનંદ તમને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રહેશે.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
લેખક: મકવાણા રાહુલ.એચ
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.